અમદાવાદ, તા.૪
કોરોનાના મહાસંકટ વચ્ચે વાવાઝોડારૂપી સંકટ આવે તે પહેલા જ ઘાત ટળી જતાં ગુજરાતીઓને રાહત થઈ છે. જો કે વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં કેટલાક સ્થળોએ ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જ્યારે આગામી ર૪ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને પગલે આકરી ગરમીમાં રાહત મળી છે. નિસર્ગની અસરને પગલે ગુજરાતના પ૭ તાલુકાઓમાં સામાન્યથી ૩ લંચ જેટલો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં ૭પ મીમી જેટલો વરસાદ પડ્યો છે. ડાંગમાં ૭પ મીમી, તાપીના નિઝરમાં ૬પ મીમી વરસાદ પડ્યો છે. વધાઈમાં ૪૬, તેમજ સુરેન્દ્રનગરના થાનગઢમાં ૩૧ મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૩ તાલુકાઓમાં ર૦ મીમીથી વધારે જ્યારે ર૬ તાલુકાઓમાં ૧૦ મીમીથી વધારે વરસાદ પડ્યો છે. અમદાવાદમાં પણ બુધવારે રાત્રે ધોધમાર રથી ૩ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે આગામી ર૪ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મધ્યમથી હળવો વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે. આગામી ર૪ કલાકમાં સુરત, નવસારી, ભરૂચ, ભાવનગર, આણંદ, અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નિસર્ગની અસરને પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ તૈટી પડ્યો હતો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે અનેક સ્થળોએ માર્કેટ યાર્ડમાં ખુલ્લો પડેલો માલ પલળી જવા પામ્યો હતોફ જ્યાર કેરીના પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે. જ્યારે તલ, ઉનાળું બાજરી સહિતના પાકોને નુકસાન થવાની ભીંતિને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. ગોડલ પંથકમાં ૧થી ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ખાંભા પંથકમાં માત્ર અડધા કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે ખેતરો તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ અનેક વૃક્ષો ધરાશયી થવાના અહેવાલો સાંપડ્યા છે. ગોડલના એસટી ડેપોમાં વૃક્ષો પડતા ત્રણ મોટર સાયકલનો કચ્ચરઘાણ વળી ગયો હતો. વાવાઝોડા અને ભારે પવનના કારણે હોર્ડિંગ્સ અને ઈલેકટ્રીકલ પોલ પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે ખાંભાના રાયડી ગામે ધોધમાર વરસાદ વરસતા કોદીયા રાયડી નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી જ્યારે આગામી ર૪ કલાકમાં અનેક સ્ળથોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. જો કે આ વાવાઝોડાની અસર ચોમાસા પર જોવા મળશે નહીં અને ચોમાસુ નિશ્ચિત સમય મુજબ જ રાજ્યમાં દસ્તક દેશે એવું હવામાન વિભાગના જાણકારો જણાવી રહ્યા છે. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ શરૂ થવાની શકયતા છે.