(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૧૧
અમદાવાદ શહેરના ચોરાઉ ટુ-વ્હીલર જીલ્લાના અંતરીયાળ ગામડામાં રાખેલ હોવાની હકીકત એલ.સી.બી ના પો.કોન્સ અજયભાઇ બોળિયા અને પો.કોન્સ ઘનશ્યામધસિંહ રાઠોડ ને મળેલ. જેથી ચોક્કસ દિશામાં કેન્દ્રિત કરી ગેગ ઝબ્બે કરવા પ્રયાસ હાથ ધરેલ તેના ફળ સ્વરૂપે બાતમી આધારે બાવળા – ઢેઢાળ ચોકડી નજીક વોચ ગોઠવી ચોરાઉ બાકઇ સાથે બે ઇસમોને ઝડપી પાડેલ છે. જેમાં (૧) મહંમદ આરીફ હુસેન મહંમદ હુસેન શેખ (રહે. ૨૭, સદભાવના નગર, વટવા, અમદાવાદ) (૨) વિજયભાઇ મનસુખભાઇ વાાંટિયા (કો.પટેલ) (રહે. વડેખણ ગામ પાટિયા પાસે, તા.લખતરનો સમાવેશ થાય છે. ઉકત આરોપીઓના કબ્જામાંથી નંબર વગરનુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્રો બાઇક કિ.રૂ. ૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ. ૨૫૦૦/- મળી કુલ રૂ. ૪૨,૫૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ જેમાં બાઇકનો ચેચીસં નંબર ઘસી કાઢી નાખેલો હોઇ ઘનિષ્ઠ પૂછપરછમાં છેલ્લા છ માસ દરમ્યાન અમદાવાદ શહેરના વટવા, દાણીલીમડા, આનંદનગર, વેજલપુર, સાબરમતિ રીવરફ્રન્ટ વિગેરે જગ્યા એથી આશરે ત્રિસેક જેટલા બાઇકની ચોરી કરેલાની કેફિયત આપેલ