(એજન્સી) તા.૧૭
લોકોનું ધ્યાન ખેંચવા માંગતી ભાજપ સમર્થિત અભિનેત્રી કંગના રણૌતની હાલના સમયે આકરી ટીકા થઈ રહી છે. તેણે તાજેતરમાં એવી ટિપ્પણી કરી હતી કે, તેના ઓફિસના પરિસરમાં કરાયેલા ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે, જે એક મહિલા પર દુષ્કર્મ ગુજારવા સમાન ઘટના છે.
જો કે, કંગનાની આ ટિપ્પણીની જાણ થતાની સાથે જ દુષ્કર્મ પીડિતાઓ માટે કામ કરનારા માનવાધિકાર કાર્યકરોએ કંગનાની આ ટિપ્પણીની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે, અભિનેત્રીએ આવી ટિપ્પણીઓ ન કરવી જોઈએ. આ શરમજનક બાબત છે.
એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં વિવાદિત અભિનેત્રીએ કહ્યું હતું કે, જ્યારે મેં જોયું તો મને લાગ્યું કે, જાણે મારા પર જ દુષ્કર્મ કરાયું છે. તમે જ્યારે જુઓ કે તમારા ઘરમાં ચોરી થઈ છે અને ચોર કંઈ પણ લઈ ગયો નથી તો તમને એ લાગી આવશે. જો કે, કંગનાની ટિપ્પણી પર ત્વરિત પ્રતિક્રિયાઓ આવવા લાગી હતી.
સંભવિત કાર્યકર યોગિતા ભયાનાએ કંગનાને જાહેરમાં વખોડતાં ટિ્‌વટ કરી હતી કે, ડિમોલિશનની કાર્યવાહીને કંગના અને તેમની ટીમે દુષ્કર્મ સાથે સરખાવ્યું છે, જે સાંખી લેવાય તેમ નથી. આ સ્વીકાર્ય જ નથી. શું તમે જાણો છો કે, દુષ્કર્મ શું હોય છે ? તે થયા બાદ કેવું લાગે છે ? શું તમે અગાઉ ક્યારેય કોઈ દુષ્કર્મ પીડિતાને મળ્યાં છો ? તમને શરમ આવવી જોઈએ.
જો કે, આ દરમિયાન કંગના રાણાવતે પણ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભયાનાએ તેને જડબાતોડ જવાબો આપવાનું ચાલુ રાખ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે, તમારા લોકો માટે દુષ્કર્મ ફક્ત વજાઈના પૂરતું જ છે, પરંતુ અમારા માટે તે મગજ અને જીવન પર પ્રહાર કરવા સમાન બાબત છે.