(એજન્સી) શ્રીનગર,તા.૧૧
લદ્દાખના કેન્દ્રશાસિત ક્ષેત્રમાં શાંત નુબ્રા વેલીમાં એક ફોન આવવો એ પોતે એક અગ્નિપરીક્ષા છે. આ દાખલો ૧૯ વર્ષીય શાહીન પરવીનની સિદ્ધિના સંદર્ભને પૂરું પાડે છે, જેણે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી (ૈૈંં્) જોધપુરમાં પ્રવેશ મેળવ્યો છે. ૧૯ વર્ષીય શાહીન નુબ્રા ખીણના પરતાપુર ગામની છે.
નબળા સંસાધનો
પાંચ બહેનોમાં સૌથી નાની, શાહિને તેના ગામની એક સરકારી શાળામાં અભ્યાસ કર્યો, જ્યાં શિક્ષણ પ્રત્યે ભાગ્યે જ કોઈ ધ્યાન આપવામાં આવતું હતું. મીણબત્તીઓ હેઠળ અભ્યાસ કરીને અને ખાલી વર્ગખંડોમાં પોતાને પાઠ ભણાવતા, શાહિને માધ્યમિક શિક્ષણ માટે લૌખદના જવાહર નવોદય વિદ્યાલય (ત્નદ્ગફ) લેહમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેણીને ૈૈંં્ પરીક્ષાઓ માટે અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવામાં આવી. તેણીએ કહ્યું, “મારા પિતા ખેડૂત છે, જેમણે મને અને મારી બહેનોને શિક્ષિત કરવા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આ ઉપરાંત મારું યોગ્ય બેઝિક શિક્ષણ પણ નહોતું. જમ્મુ-કાશ્મીર બોર્ડ હેઠળ મારું દસમું ધોરણ પૂર્ણ કર્યા પછી, મને લદ્દાખના જે.એન.વી. લેહમાં પ્રવેશ મળ્યો.”
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (ઝ્રમ્જીઈ)ના અભ્યાસક્રમ સાથે તાલમેલ બેસાડવા સંઘર્ષ કરવો પડતો હોવાથી તેની સમસ્યાઓ બમણી થઈ ગઈ.
તેણે જણાવ્યું, “તે પડકારજનક હતું, પણ મેં આશા ગુમાવી નહીં અને હંમેશા મારી મોટી બહેનોનું સમર્થન હતું. પરિણામે, મેં મારી ૧૨મી પરીક્ષાઓમાં ૮૮% માર્ક્સ પ્રાપ્ત કર્યા.” આનાથી તેની બહેનોએ તેણીને વધુ પ્રોત્સાહન આપ્યું અને તેણે ૈૈંં્-ત્નઈઈ પરીક્ષામાં ૯૧૨મો ક્રમ મેળવીને તેમની આશાને વળતર આપ્યું. શાહીને કહ્યું,“સરળ ઇન્ટરનેટ કનેક્શન અને અવિરત વીજળી મળવી એ અમારા ક્ષેત્રમાં એક લહાવો છે. ૈૈંં્-ત્નઈઈ કોચિંગ માટે મેં ભાગ્યે જ ઇન્ટરનેટ બ્રાઉઝ કર્યું છે. યુદ્ધની અફવાઓએ અમારી ચિંતાને વધુ વેગ આપ્યો. જો કે, ત્નદ્ગફમાં શિક્ષકોની મદદ અને અગાઉના તમામ પ્રશ્નપત્રો હલ કરવાના મારા દ્રઢ નિશ્ચયથી મારા આત્મવિશ્વાસમાં વધારો થયો.” શિક્ષણના માધ્યમથી તે તેના ક્ષેત્રમાં કેવી રીતે ફાળો આપશે તેવો સવાલ પૂછતાં શાહીને કહ્યું કે, “મારે પ્રથમ કરવા જેવું જે છે તે મારા સમુદાયના લોકોને શિક્ષિત કરવા છે. મારા ગામમાં ઘણા બધા યુવાનો છે જે અજાયબીઓ કરી શકે છે પરંતુ મૂળભૂત શિક્ષણનો અભાવ છે. હું ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા માંગુ છું.”
ૈૈંં્ની પરીક્ષાઓ માટે અભ્યાસ કરવાની તેણીની સલાહ, “કદી વસ્તુઓને ગોખશો નહીં અને મૂળ બાબતોને સમજવાનો પ્રયાસ કરો.”
– હીરા અઝમત
(લેખક શ્રીનગર સ્થિત પત્રકાર છે.)
(સૌ. : ધ વાયર)
Recent Comments