(એજન્સી) તા.૧૧
ઉત્તરપ્રદેશના કાનપુર શહેરના કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબેના શુક્રવારે સવારે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરી નંખાયેલા એન્કાઉન્ટરો મુદ્દો દેશની તમામ ન્યૂઝ ચેનલો અને ઇન્ટરનેટ ઉપર સૌથી વધુ ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે. ઇન્ટરનેટ ઉપર અસંખ્ય લોકોએ વિકાસ દુબેની ગેરકાયદે કરાયેલી હત્યા અંગે ઉત્તરપ્રદેશ પોલીસ ઉપર તેજાબી પ્રહારો કરવા ઉપરાંત ફિટકાર વરસાવ્યો હતો. જો કે આ ઘટનાથી રિપબ્લિક ન્યૂઝ ચેનલના મુખ્ય એન્કર અર્નબ ગોસ્વામી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના સમર્થકોનો દંભ અને આડંબર ખુલ્લા પડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે તેમની દિલ્હી સરકારની કેટલીક મોટી જાહેરાતો માટે રિપબ્લિક ન્યૂઝ ચેનલનો પ્રાઇમ ટાઇમ પસંદ કર્યો હતો ત્યારે જ હજારો લોકોએ કેજરીવાલની ટિકા કરી હતી. યાદ રહે કે વિકાસ દુબે ઉજ્જૈનના મહાકાલના મંદિરમાંથી પકડાયો હતો ને ત્યારબાદ તેને ઉત્તરપ્રદેશની પોલીસ કાનપુર લાવી રહી હતી. જે દિવસે વિકાસ દુબેની ધરપકડ થઇ ત્યારે અર્નબ ગોસ્વામીએ એ લોકોની આકરી ટિકા કરી હતી જેઓએ ઉત્તર પ્રદેશના રાજકારણીઓ સાથેની સાંઠગાંઠ ખુલ્લી ન પડે તે હેતુથી વિકાસ દુબેનું એન્કાઉન્ટર થઇ જશે એવી આશંકા વ્યક્ત કરી હતી. આ લોકોની સામે પોતાના પ્રહારો શરૂ કરતાં ગોસ્વામીએ કહ્યું હતું કે “અમે આગાહી કરીએ છીએ કે વિકાસ દુબે અને તેની આખી ગેંગને એન્કાઉન્ટરમાં સાફ કરી દેવાશે. આ ગેંગસ્ટરની ઉત્તર પ્રદેશના રાજકારણીઓ સાથેની સાંઠગાંઠ ક્યારેય બહાર આવશે નહીં, અને આમ બનશે જ” હવે મારે પ્રશ્ન એ છે કે શું તેઓએ એન્કાઉન્ટરની આગાહી કરી હતી ? હવે મને કહો આજે ક્યાં એન્કાઉન્ટર થયું છે? શુક્રવારે જ્યારે વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું ત્યારે દરેકને એવી આશા હતી કે અર્નબ ગોસ્વામી તેની ન્યૂઝ ચેનલ ઉપર વિકાસ દુબેના એન્કાઉન્ટર ગે ચર્ચા કરશે, કેમ કે ખરેખર તેનું એન્કાઉન્ટર થઇ ગયું હતું. પરંતુ તેને પોતાની જૂઠઈ વાતનો કોઇ પસ્તાવો થયો નહોતો. જો બીજું કાઇ થયું હોત તો તે તેના ટીકાકારો ઉપર ઉત્તર પ્રદેશની ભાજપ સરકારના બચાવમાં તૂટી પડ્યો હોત. અર્નબ ગોસ્વામીએ ફક્ત ૨૪ કલાકમાં જ બે મોંઢાની વાત કરીને તેનો પોતાનો દંભ ખુલ્લા પાડી દીધો હતો, તે ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના સમર્થકો ઉપર પણ લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો, કેમ કે તેઓનો દંભ પણ ખુલ્લો પડી ગયો હતો. અર્નબ ગોસ્વામીની ન્યૂઝ ચેનલના પ્રાઇમ ટાઇમ ઉપર દિલ્હી સરકારની જાહેરાત આપવાના અરવિંદ કેજરીવાલના સમર્થકોએ જોરદાર બચાવ કર્યો હતો.