હિંમતનગર,તા.૭
ગુજરાતમાં હોળી ધુળેટીના તહેવારો પૂર્ણ થતાની સાથે પાનખરનો પ્રારંભ થાય છે ત્યારે સાબરકાંઠાના જંગલ વિસ્તારમાં પાંદરડાઓના ઢગલા થઈ જાય છે. આ આદીવાસી પ્રજા ડુંગર નવડાવવાના બહાને આવા જંગલોમાં આગ લગાડે છે. જેના લીધે અનેક અનુમલ્ય ઔષધીઓનો નાશ થાય છે.દરમિયાન મંગળવારે વિજયનગર તાલુકાના ભટેરા નજીક આવેલા પાંચ કિલોમીટરના જંગલ વિસ્તારમાં આગ લાગતા કરોડો રૂપિયાનું નુકસાન થયેલ છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી મહિતી મુજબ વિજયનગર તાલુકાના ભટેરા નજીક મંગળવારે સવારે જંગલમાં અચાનક આગ લગતા ધુમાડાના ઘોટ નિકળવાના શરૂ થઈ ગયું હતું. જેને લીધે જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ તરત જ દોડી આવ્યા હતા.
પરંતુ પવન અને ગરમીને લીધે લાગેલી આગ ધડીક વારમાં પાંચ કિલોમીટરના વિસ્તારમાં પ્રસરી ગઈ હતી. જેના લીધે મહામુલ્ય વનઔષધીઓ તથા મૂંગા જીવ બળીને ખાક થઈ ગયા હતા. પાંચ કિલોમીટરના વિસ્તારમાં લાગેલી આગને કારણે વાતાવરણ પણ દુષિત થવા પામ્યું હતું.
બીજી તરફ વનવિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આગ લાગવાન કારણે ફક્ત ઝાડ પરથી ખરેલા પાંદડાઓ જ્વાળાની લપેટમાં આવી જતા તેઓ ભડભ સળગીને પવન સાથે ઝડપથી ફેલાઈ જાય છે. તેમ છતાં પાણીનો મારો ચલાવવામાં ઝાડને લીધે ઊભી થતી અડચણો બાધારૂપ બને છે. તેથી વનવાસીઓએ પણ તેમજ માન્યતાઓને તીલાંજલિ આપીને વૃક્ષોને બચાવવા જોઈએ.
વિજયનગરના ભટેરાના જંગલમાં આગ લાગતા વનઔષધી બળીને ખાક

Recent Comments