માંડવી, તા.૩૦
આંતરરાષ્ટ્રીય ભીમ સેના, કચ્છ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ એ. મહેશ્વરીએ મુંદરાના મામલતદારને એક આવેદનપત્ર પાઠવી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં વસતા મહેશ્વરી (મેઘવાળ) સમાજના લોકોને શરણાર્થી કહેતા તેનો વિરોધ કરેલ છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભવિષ્યમાં અમારા સમાજને અન્ય કોઈપણ વ્યક્તિ શરણાર્થી તરીકે સંબોધે નહીં તેની તકેદારી રાખવામાં આવે. અમારા સમાજના જે લોકો પાકિસ્તાનથી આવેલ છે. તેઓને જલ્દીથી નાગરિકતા હકો તેમજ જીવન જીવવાની તમામ સુવિધાઓ મળે તે માટે સરકાર યોગ્ય નીતિ બનાવે તેવી અમારી માંગ છે.