(એજન્સી) તા.૧૧
એક વર્ષ માટે ૪.૫૭ કરોડ બાળકો માટે મધ્યાહ્ન ભોજન, મનરેગા હેઠળ ૨૦ કરોડ કામદારોને એક દિવસના પગાર, ર.૬૦ લાખ નવા શૌચાલયો અને કમસેકમ ૧૦ વધુ મંગળ મિશન. આ બધી વસ્તુઓ એવી છે કે જેને વર્તમાન એનડીએ સરકારે ૪ વર્ષમાં પોતાની પ્રસિદ્ધિ પાછળ જે જંગી નાણાં ખર્ચ્યા છે તેના દ્વારા તેને નાણાકીય સહાય પ્રાપ્ત થઇ શકી હોત.
ભાજપ શાસિત સરકારે એપ્રિલ ૨૦૧૪થી જુલાઇ ૨૦૧૮ દરમિયાન ૫૨ મહિના માટે પોતાની ફ્લેગશીપ યોજનાઓની જાહેરખબરો પાછળ (એડ) રૂા. ૪૮૮૦ કરોડ ખર્ચ્યા છે એવી માહિતી રાજ્યકક્ષાના માહિતી અને પ્રસારણ પ્રધાન (સ્વતંત્ર હવાલો) રાજ્યવર્ધન રાઠોરે રાજ્યસભામાં આપી છે. આ રકમ ૩૭ મહિનામાં સરકારના પુરોગામી દ્વારા ખર્ચવામાં આવેલ રકમ કરતા બમણી છે. કોંગ્રેસ શાસિત યુપીએ સરકારે માર્ચ ૨૦૧૧થી માર્ચ ૨૦૧૪ દરમિયાન રૂા. ૨૦૪૮ કરોડ ખર્ચ્યા હતા એવું અનિલ ગાલગલિ દ્વારા કરવામાં આવેલ આરટીઆઇ અરજીના જવાબમાં જણાવાયું છે.
જાહેરખબર અને પ્રસિદ્ધિ પાછળ એનડીએ સરકાર દ્વારા ખર્ચવામાં આવેલ રૂા.૪૮૮૦ કરોડ પૈકી રૂા.૨૯૨.૧૭ કરોડ (૭.૮૧ ટકા) ત્રણ વર્ષમાં ચાર જાહેર યોજનાઓ-પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, સ્માર્ટ સીટી મિશન અને આદર્શ ગ્રામ યોજનાની વિજ્ઞાપન પાછળ ખર્ચવામાં આવ્યા હતા. જુલાઇ ૨૦૧૮માં આ આંકડાઓ બહાર આવતા સરકારે આ નાણા જાહેર ઉપયોગિતા માટે નહીં ખર્ચવા બદલ તેની ટીકા કરવામાં આવી હતી.
ઇન્ડિયા સ્પેન્ડના અહેવાલો અનુસાર પ્રસિદ્ધિ પાછળ એનડીએ દ્વારા ખર્ચવામાં આવેલ નાણાનો બાળપોષણથી લઇને જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જેવા મહત્વપૂર્ણ સરકારી પ્રોજેક્ટ પાછળ ઉપયોગ કરી શકાયો હોત. જાહેર ખબરો પાછળ થતા ખર્ચમાં ૩૪ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪-૧૫માં જાહેરખબરો પાછળ રૂા.૯૮૦ કરોડનો ખર્ચ થયો હતો તે વધીને હવે ૨૦૧૭-૧૮માં ૧૩૧૪ કરોડ થયો છે. ૨૦૧૬-૧૭માં સરકારે પ્રિન્ટ એડવર્ટાઇઝમેન્ટ પર કાપ મૂકીને આ નાણા તેના બદલે દ્રશ્ય-શ્રાવ્ય પ્રસિદ્ધિ પાછળ ખર્ચ્યા હતા.
વિજ્ઞાપન પાછળ ભાજપ સરકાર દ્વારા ખર્ચવામાં આવેલા રૂા. ૪૮૦૦૦ કરોડથી એક વર્ષ માટે ૪.૬૦ કરોડ બાળકોને મધ્યાહ્ન ભોજન કરાવી શકાયું હોત અથવા તો ૬૦ લાખ શૌચાલયો આ રકમથી બાંધી શકાયા હોત

Recent Comments