ખ્રિસ્તી બિરાદરોનો પવિત્ર તહેવાર નાતાલ શુક્રવાર ૨૫મી ડિસેમ્બરના રોજ આવી રહ્યો છે. નાતાલના પર્વમાં સાન્તાક્લોઝનું ખૂબ મહત્ત્વ રહેલું છે. પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે તહેવારોની ઉજવણી પર ગ્રહણ લાગ્યું હોવાથી દરેક તહેવારો ખૂબ જ સાદાઈથી ઉજવાઈ રહ્યા છે. ઉક્ત તસવીરમાં સાન્તાક્લોઝ રસ્તેથી પસાર થતાં વાહનચાલકોને રોકી બાળકોને ગિફ્ટ આપી ખુશ કરી રહ્યા છે. આથમતા સૂરજ વચ્ચે કોરોનાની મહામારી પણ વિદાય લેતાં વર્ષની સાથે જ સદાને માટે આથમી જાય તેવી આશા રાખીએ.