અમદાવાદ, તા.૨૦
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી એક યુવતીના વોટ્સએપ પર છેલ્લા ઘણા દિવસોથી વિદેશના નંબર પરથી બીભસ્ત અને ધમકી ભર્યા મેસેજ આવતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. સિક્યોરિટીના બિઝનેસ સાથે સંકળાયેલી યુવતી અને તેના પાર્ટનરને અલગ અલગ વિદેશના નંબર પરથી હેરાનપરેશાન કરવામાં આવતા હોવાના આક્ષેપો ફરિયાદમાં થયા છે. મેસેજ કરનાર શખસ યુવતી અને તેના પાર્ટનરની દરેક મૂવમેન્ટની જાણ વોટ્સએપ પર કરી રહ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી પ્રીતિને છેલ્લા ઘણા દિવસોથી વોટ્સએપ પર મળી રહેલી ધમકીના પગલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પ્રીતિ ઘણા સમયથી મેહુલ નામના યુવક સાથે પાર્ટનરશિપમાં સિક્યોરિટીનો બિઝનેસ કરે છે. થોડાક દિવસ પહેલાં પ્રીતિ પર વિદેશના નંબર પરથી બીભસ્ત મેસેજ આવવાનું શરૂ થયું હતું. પ્રીતિએ તે નંબર બ્લોક કરી દેતાં બીજા અન્ય વિદેશના નંબર પરથી મેસેજનો મારો શરૂ થયો હતો.પ્રીતિ કેટલા વાગે ઓફિસ પહોંચે છે તેના પાર્ટનર સાથે ક્યા જાય છે તે તમામ મૂવમેન્ટની જાણ મેસેજ કરનાર પ્રીતિને કરતો હતો. આ મામલે પ્રીતિએ જણાવ્યું છે કે મેસેજ કરનાર તેમનો કોઇ અંગત છે જે અમારી દરેક મૂવમેન્ટ પર નજર રાખી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશના નંબરનો ઉપયોગ કરનાર શખ્સ કોઇ ટેકનોલોજીનો જાણકાર હોઇ શકે છે. હાલ પોલીસે પ્રીતિની ફરિયાદ પગલે તપાસ શરુ કરી છે.
વિદેશના નંબરથી બિભત્સ મેસેજ આવતા યુવતી પરેશાન

Recent Comments