(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૨,
ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસે યોગીનગર સોસાયટીમાં રહેતા અને બરોડા લાયન્સ કલબ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી હવેવાલા અરનવાઝ મકાન બંધ કરી કેરલ કોચીન ફરવા ગયા હતા. દરમિયાન બંધ મકાનને નિશાન બનાવી ત્રાટકેલી તસ્કર ટોળકી દાદરના ભાગે દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશી હતી.
બેડરૂમની તિજોરીનો સામાન વેરવિખેર કર્યા બાદ રોકડા રૂા.૧૧ હજાર ડોલર પાઉન્ડ, સોનાની બુટ્ટી, સોનાની ચેઇન અને પેન્ડલ ચાંદીના સીક્કા તથા ગ્લાસ સહિત અંદાજે રૂા.એક લાખથી વધુની માલમત્તા ચોરી લઇ તસ્કર ટોળકી ફરાર થઇ હતી. મકાનમાં જ ટયુશન કલાસ ચલાવતા કૈનાઝબેને મકાનમાં ચોરી અંગે હવેવાલા અરનવાઝને જાણ કરી હતી. આથી તેઓ પરત વડોદરા દોડી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતા રોકડ સહિતની માલમત્તાની ચોરી થઇ હતી. ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.