મુંબઈ,તા. ૨૨
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના કામકાજને જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ (સીઓએ) દ્વારા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટકોહલી અને કોચ રવિ શાસ્ત્રીને વિદેશી પ્રવાસ દરમિયાન ટીમના સભ્યોની પત્નિ અને પ્રેમિકાઓની યાત્રાને લઈને વિગત રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. રવિ શાસ્ત્રી અને કોહલી હવે તમામ હિસાબ રાખશે. સીઓએના આ નિર્ણયથી માત્ર બીસીસીઆઈના અધિકારીઓ હેરાન થયા નથી બલકે લોઢા પૈનલ પણ આશ્વર્ય ચકિત છે. પૂર્વ ચીફ જસ્ટિસ લોઢાએ કહ્યું છે કે, આ મામલામાં બોર્ડના લોકપાલ ડીકે જૈનને કોઈ નિર્ણય લેવો જોઈએ. તેમણે કહ્યું છે કે, લોકપાલને હવે લોઢા પેનલમાં સુચિત નવા સુધારાની સામે લેવામાં આવનાર પગલાને રોકવાની દિશામાં પહેલ કરવી જોેઈએ. તેમણે એમ પણ કહ્યું છે કે, નિર્ણય લેવા માટે લોકપાલ રાખવામાં આવ્યા છે. અમે પ્રસ્તાવને લઈને પોતાની રીતે પરિભાષા બનાવી રહ્યા છે. અમારા સુચનો બંધારણ મુજબ છે. જ્યારે કોઈ મામલો ઉઠે છે ત્યારે આ સંદર્ભમાં લોકપાલે નિર્ણય લેવો જોઈએ. બીસીસીઆઈને અધિકારીઓએ કહ્યું છે કે, કેપ્ટન અને કોચને પોતાની પત્નિ અને પ્રેમિકાઓને પ્રવાસ પર લઈ જવાની બાબત હિતોની વિરુદ્ધમાં છે.
તેમના દ્વારા કેટલાક એવા નિર્ણય કરવામાં આવ્યા છે જેના કારણે બીસીસીઆઈના નવા બંધારણનો ભંગ થાય છે. હવે જોવા જેવી બાબત એ છે કે, લોકપાલ જૈન આ સમગ્ર મામલાને કઈ રીતે હાથ ધરે છે. કારણ કે, સીઓએના એક સભ્યએ સ્પષ્ટતા કરી છે કે, બેઠકમાં સમતિ સાથે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો નથી. ખેલાડીઓની પત્નિ અને પ્રેમિકાઓમાં હિસાબ રાખવાને લઈને વિવાદ વધી શકે છે.