વડોદરા, તા.૧પ
અટલાદરામાં રહેતા યેશાબેન રોહિતભાઈ શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગોત્રી હરિનગર પાણીની ટાંકી પાસેની સ્મોલ ઈક્વીટેસ ફાયનાન્સ કંપનીમાં સેલ્સમેન છુું. આ પહેલા હું રાવપુરામાંની વિનય ફાયનાન્સમાં નોકરી કરતી હતી. તે દરમિયાન જુન-ર૦૧૮માં મારા પતિનું અવસાન થયું હતું આથી મેં નોકરી છોડી દીધી હતી હું મારા પગારના પૈસા લેવા ગઈ હતી ત્યારે વાસણા રોડની કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા ભૂમિકા જગદીશભાઈ પટેલના સંપર્કમાં આવી હતી મારી આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી વિદેશમાં નોકરી માટે એજન્ટ સાથે વાત કરતી હતી તે વાત ભૂમિકાબેને સાંભળી લીધી હતી તેમણે મને વિદેશ જવા મદદ કરવાની ખાત્રી આપી હતી. તેમણે મને ૧પ લાખની મદદ કરવાની લાલચ આપી હતી અને તે પેટે ૩૦ હજાર વ્યાજનો હપ્તો એડવાન્સ આપવાનું જણાવ્યું હતું. મેં પૈસા ન હોવાનું જણાવતા તેમણે મારી પાસે કન્ઝયુમર લોન લેવડાવી હતી જેમાં ભૂમિકાબેને ત્રણ મોબાઈલ, એસી લીધું હતું જેના હપ્તા પણ હું ભરૂં છું. આ ઉપરાંત ૧,૩૦,૦૦૦ રોકડા મળી કુલ ૪,૦૦,૦૦૦ મેળવી લીધા હતા અને વિદેશ ન મોકલી છેતરપિંડી કરી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.