(સંવાદદાતા દ્વારા) કોડીનાર,તા.ર૯
કોડીનાર તાલુકાના ચૌહાણની ખાણ ગામની વિદ્યાર્થિનીની મજાક કરી છેડતી કરી આવારા તત્વોએ વિદ્યાર્થિનીના પિતા ઉપર ચાલુ બાઈકે હુમલો કરી માર માર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ અંગે વિદ્યાર્થીના પિતા ગાંડાભાઈ ભગવાનભાઈ ચૌહાણે નોંધાવેલી ફરિયાદ મુજબ ભ.ભા. હાઈસ્કૂલ કોડીનારમાં અભ્યાસ કરતી તેમની પુત્રીની ગામના જ ભરત રામસિંગવાળા અને ઉત્તમ શશીકાંતએ મજાક કરી છેડતી કરતા હતા. આ વાતની જાણ વિદ્યાર્થિનીએ તેના પિતાને કરી આ છોકરાઓને સમજાવાનું કહેતા આ અંગેનું મનદુઃખ રાખી ભરત રામસિંગવાળા, ઉત્તમ શશીકાંત અને જશપાલ પ્રતાપ રહે.ધામલેજ અને ર અજાણ્યા યુવાનોએ ચૌહાણની ખાણના પાટિયા પાસે આવતા ગાંડાભાઈ ભગવાનભાઈ ચૌહાણ ઉપર ચાલુ મોટરસાઈકલમાં ચાદર ઓઢાડી નીચે પછાડી દઈ હથિયારોથી માર માર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે હુમલાખોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.