ઉના, તા.ર૧
ઉના તાલુકાના વાંસોજ ગ્રામ પંચાયત સભ્યએ માલીકીનો પ્લોટ ગામતળની હદમાં આવેલો હોય જેમાં પાન બીડી મસાલાની નાની દુકાન કરીને ઘરનું ગુજરાન ચલાવતા હોય આ જમીનમાં ગ્રામ પંચાયતના સભ્યએ ધમકી આપી દબાણ કરી લીધેલ હોય આ બાબતે તંત્રને રજૂઆત કરવા છતાં આ જગ્યા ખાલી ન કરતા અંતે વિધવા મહિલાનો પરીવાર તાલુકા પંચાયત કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી ન્યાય મેળવવી રહ્યા છે.
વાસોજ ગામતળની હદમાં ૮૩-૬૧-૩૦ ક્ષેત્રફળ વાળો પ્લોટ ગંગાબેન જેઠાભાઇ ઝાલા નામનો આવેલ હોય અને ગ્રામ પં. બે નં. રેકર્ડ ઉપર ૪૨૧ ક્રમથી નોધાયેલ અને માલિકીની હદો વર્ષોે જૂનો કબજા ભોગવટાવાળો પ્લોટ આવેલો છે. જે પ્લોટમાં પોતાની દુકાન રાખી પાન મસાલાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય પ્લોટ બાબતે ગ્રા.પંચાયતના સભ્ય અમુ વિજાણંદ ઝાલા, પાનુબેન અમુ ઝાલા, ગૈતમ અમુ ઝાલા વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવેલ હતી અને વિધવા મહીલાએ પોતાના પ્લોટના આધાર પુરાવા રજૂ કરવા છતા પ્લોટ પર કરેલ દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત અને તાલુકા પં. ખુલ્લુ કરાવી શકેલ ન હોય અને અવાર નવાર અધિકારીઓને રજુઆત કરવા છતાં વિધવા મહિલાની ફરિયાદના ખોટા જવાબો ભરી દેવાતા હોયના કારણે વિધવા મહિલા તેમજ તેના પરિવારે આ દબાણ દૂર કરવા અને પોતાની માલિકીની જમીન બચાવવા તા.પંચાયત કચેરી સામે પ્રતિક ઉપવાસ પર બેસી પોતાને ન્યાય અપાવવા માંગ કરી હતી. આ બાબતે વિધવા મહીલાએ માથાભારે ગ્રા.પં. સભ્ય અને અન્ય શખ્સો સામે અગાઉપણ મુખ્યમંત્રીને રજૂઆત કરેલી હતી. અને મુખ્યમંત્રી કાર્યાલયથી આ મહીલાને ન્યાય આપવા અને થયેલી તેની જમીન પરની પેશકદમી દૂર કરવા આદેશ આપાયેલ હોય તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા સી.એમ. કાર્યાલયનો પત્રનો પણ ઉલાળીયો કરી કચરા ટોપલીમાં નાખી દેવાયેલ હોય જેના કારણે ગરીબ વિધવા મહિલાનો એકના એક દિકરાને ધમકી મળતા આપઘાત કરી લીધો
વાસોજ ગામના ત્રણ શખ્સોએ અનુસુચિત જનજાતીની વિધવા મહિલાની જમીન પર તેનીજ જ્ઞાતિના માથાભારે શખ્સોએ જમીન દબાવી લેતા આ બાબતે વારંવાર પોલીસમાં અને લાગતા વળગતાઓને ફરિયાદ કરતા આ ફરિયાદ બાબતે માથાભારે શખ્સોએ વિધવા મહિલાનો એકનો એક દિકરો ગોપાલ જેઠાભાઇ ઝાલાને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપેલ હોય તેના ભાઇના કારણે ગોપાલે તા.૭/૧૧/૨૦૧૮ના રોજ માનસિક ત્રાસથી સુસાઇટ કરી લીધેલ હોય તેની પણ પોલીસ ફરિયાદ કરેલ હતી. તેમ છતાં તંત્ર અને પંચાયતના સત્તાધીશો આ દબાણો દૂર કરાવી ન શક્યા હોવાનો આક્ષેપ કરેલ છે.