(એજન્સી) નવી દિલ્હી,તા.૩
ત્રિપુરા અને નાગાલેન્ડમાં દશકો સુધી રાજકીય ક્ષેત્રે જોડાયેલ કોંગ્રેસ બન્ને રાજયોમાં ખાતુ ખોલવામાં પણ નિષ્ફળ જતા હવે ઉત્તર પૂર્વના રાજયોમાં કોંગ્રેસ માટે શુન્યવકાશ સર્જાયો છે. કોંગ્રેસના પરાજય પાછો આંતરિક ઝઘડા, આર્થિક તંગી, દિશાહિન કેન્દ્રીય નેતાગીરી, ઢંગઢળા વગરનું ચૂંટણી પ્રચાર અભ્યાસ તેમજ ડાબેરીઓ સાથે અવારનવાર જોડાણના મુદ્દાઓ જવાબદાર છે. ત્રિપુરામાં કોંગ્રેસનો જનાધાર ભાજપે આંચકી લીધો ર૦૧૩માં કોંગ્રેસે યોજનાધાર ૩૬.પ૩ ટકા હતો અને ૪૮ બેઠકોમાંથી ૧૦મા જીત મેળવી હતી, જે જનાધાર ૧.૮ ટકા રહી ગયો અને એક પણ બેઠક મળી નહીં. કોંગ્રેસે ૧૯૭૭માં પણ ખરાબ હારનો સામનો કર્યો હતો. પરંતુ ૧૯૮૮માં પુનઃ સત્તા મેળવી હતી. સમીર રંજન બર્મની ત્રિપુરામાં ૮૮થી ૯૩ સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. નાગાલેન્ડમાં કોંગ્રેસ મેદાનમાં ન હતી તેને ઉમેદવારો શોધવામાં પણ મુશ્કેલી પડી હતી. તેમજ સ્વતંત્રતાનો અભાવ હતો. ફંડના અભાવથી કોંગ્રેસને પ ઉમેદવારો પાછા ખેંચવા પડયા હતા. ફકત ૧૮ હરીફાઈમાં હતા. ર૦૧૩માં પક્ષ ૮ બેઠકો જીત્યો હતો અને ર૪.૮૯ ટકા વોટ મેળવ્યા હતા. રાજય કોંગ્રેસ પ્રમુખ કીવી ખાપેએ હાર બદલ પ્રભારી જોશી પર પ્રહાર કર્યા હતા. જોશીએ ઉત્તર પૂર્વમાં કોંગ્રેસને નષ્ટ કરી દીધી. બે વર્ષથી તેઓ નાગાલેન્ડ આવ્યા નથી. તેમજ રાહુલ ગાંધીને પણ રોકી રાખતા અમને ફંડ મળ્યું નહીં. કોઈ કોંગ્રેસી નેતા પ્રચારમાં આવ્યા નહીં કે રસ દાખવ્યો નહીં. તેમનો ઈરાદો સ્પષ્ટ હતો. સરકાર વિરૂધ્ધના મતો કોંગ્રેસ મેળવવામાં નિષ્ફળ ગઈ જેનો લાભ ભાજપને મળ્યો. કોંગ્રેસ ડાબેરી સરકારનો વિકલ્પ બની નહી જેથી ભાજપ જીત્યો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ત્રિપુરામાં છેલ્લા સમયે એક માત્ર રેલીને સંબોધી હતી. જે ચૂંટણીના બે દિવસ પહેલા યોજાઈ હતી. કોંગ્રેસ નેતાઓએ ઉત્તરપુર્વના કોંગ્રેસના પ્રભારી સી.પી. જોશી સામે નારાજગી વ્યકત કરી હતી. ત્રિપુરા કોંગ્રેસ પ્રમુખ બીરાજીત સિંહાને ભાજપના વિજયને કેન્દ્રમાં તેની સરકારની અસર સાથે જોડયો હતો. કેન્દ્રમાં અમારી સરકાર નથી તેથી ત્રિપુરાના લોકોએ ભાજપને પસંદ કર્યો. નાગાલેન્ડમાં નાણાં એ મહત્વની ભૂમિકા ભજવી હાલમાં આ ફકત પૈસાનું જ વિચારાય છે બીજો કોઈ મુદ્દો નથી. હવે કોંગ્રેસ મેઘાલય પર પ્રકાશ નાંખી રહ્યું છે જયાં સરકાર રચવા નાના પક્ષોના ચૂંટાયેલા સભ્યોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરે છે.