નવી દિલ્હી, તા.૪
વેસ્ટ ઇન્ડિઝે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૧૦ વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે વિન્ડીઝે સિરીઝમાં ૨-૦ની અજય લીડમાં મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે ૧૦ વર્ષ પછી ઇંગ્લેન્ડ સામે સિરીઝ જીતી છે.આ પહેલા વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ૨૦૦૯માં ૫ મેચની સિરીઝમાં ૧-૦ થી હરાવ્યું હતું. સિરીઝની ત્રીજી મેચ ૯ ફેબ્રુઆરીના સેંટ લૂસિયા ખાતે રમાશે.વેસ્ટ ઈન્ડિઝે બીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે ઇંગ્લેન્ડ ૧૩૨ રનમાં ઓલઆઉટ કર્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે જીત માટે જરૂરી ૧૭ રન વિના વિકેટ ગુમાવી બનાવ્યા હતા. તે પહેલા ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગ્સમાં ૧૮૭ રન કર્યા હતા જયારે વિન્ડીઝે ૩૦૬ રન બનાવ્યા હતા.