(એજન્સી) એડિલેડ, તા.ર૭
ઓસ્ટ્રેલિયાની સૌથી કુખ્યાત મોટરસાયકલ જૂથનો પૂર્વ નેતા વિન્સ કોફારેલી પોતાના જીવનકાળમાં ૬ વખતના પ્રયાસોથી બચ્યો છે. વિન્સ મોટરસાયકલના અન્ય સ્થાનિક જૂથ સાથેની અથડામણમાં સામેલ હતો અને વર્ષ ર૦૧રમાં ગોળીબારમાં તેમણે પોતાના રર વર્ષીય સાવકા પુત્રની ગોળી મારી હત્યા નિપજાવી હતી. કુખ્યાત મોટરસાયકલ જૂથના પૂર્વ નેતા ફોકારેલીએ તાજેતરમાં જ ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લીધો છે અને એડિલેડમાં ‘લાફિક’ કુસીન નામનું એક હલાલ રેસ્ટોરન્ટ ચાલુ કર્યું છે. ફોકારેલી પોતાના આ રેસ્ટોરન્ટમાં ઘર વિહોણા લોકોને સપ્તાહમાં એક વખત ભોજન કરાવે છે અને સ્થાનિક મુસ્લિમ સમુદાયને દાન પણ આપે છે. ઈસ્લામ ધર્મના ચીંધેલ માર્ગ પર ચાલી રહેલ ફોકારેલીના આ કાર્યથી પ્રભાવિત થઈને ઘણાં લોકોએ ઈસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે. મુસ્લિમને બિરદાવતા આવા કાર્યોને કારણે ફોકારેલીના મિત્રોનું તેના પ્રત્યે ઝુકાવ વધ્યો છે અને લોકો વધુમાં વધુ ઈસ્લામ ધર્મ અંગિકાર કરી રહ્યા છે. વિન્સ ફોકારેલીનું હવે તેના મુસ્લિમ નામ અબ્દુલ સલામથી ઓળખાય છે.