અમદાવાદ,તા. ૨૩
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત વિધાનસભા ગૃહના અંદાજપત્ર સત્રને રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા સંબોધન પરના આભાર પ્રસ્તાવનો આજે જવાબ આપ્યો હતો. આભાર પ્રસ્તાવમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકોએ ફરી વિશ્વાસ મુકી આ સરકારને રિપીટ કરી છે જે ભાજપની જનસ્વિકૃતિને દર્શાવે છે. અમે બેકારી ભથ્થુ આપી બેરોજગારોન ફોજ નહીં રોજગાર અવસર આપી સ્વાવલંબનથી યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડી છે. હરીફ પાર્ટીઓ ઉપર પ્રહાર કરતા રૂપાણીએ કહ્યું હતું કે, ગુજરાત વિરોધીઓના અનેક કારસા છતાં વિકાસના માર્ગ ઉપર ગુજરાત અડીખમ રહ્યું છે. ભુલ સે ભી મુખ મેં જાતિ પંથ કી ન બાત હો. જાતિ ધર્મ આધારિત અપીઝમેન્ટની રાજનીતિને ભાજપ સરકાર તીલાંજલિ આપી છે. વિપક્ષના પ્રજાલક્ષી, વાજબી સુચનોને સ્વીકાર કરતા અમે ક્યારે પણ ખચકાટ અનુભવ કરીશું નહીં. રૂપાણીએ કહ્યું હતું કે, તેમની સરકાર વાયદા આપવામાં નહીં બલ્કે કામ કરવામાં વિશ્વાસ રાખે છે. વિધાન ગૃહના નેતા તરીકે આભાર પ્રસ્તાવનું સમાપન કરતા તેમણે કહ્યું હતું કે, લોકશાહી શાસન વ્યવસ્થામાં સરકારની કામગીરીની પારાસીસી ચૂંટણીથી નક્કી થાય છે. ગુજરાતની જનતાએ સતત ૨૨ વર્ષ પછી પણ ભારતીય જનતા પક્ષને ૪૯.૧ ટકા મત આપી સંપૂર્ણ વિશ્વાસ મુક્યો છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં પ્રજાએ સંપૂર્ણ વિશ્વાસ મુક્યો છે અને સરકારને રિપીટ કરી છે. અંદાજપત્રનું કદ એટલે નાણાંકીય જોગવાઈ અને બજેટ સાઈઝના આધારે સરકારના નાણાંકીય વ્યવસ્થાપનનું મૂલ્યાંકન થતું હોય છે. ગુજરાતનું બજેટ કદ પણ વધ્યું છે. સાતમા પગારપંચનો સૌથી પહેલા અમલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ ભારતના મુખ્ય રાજ્યોમાં ૫૯૪૭ કરોડની મહેસુલી આવકમાં સરપ્લસ સાથે ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાત ૨૦૧૬-૧૭ના તેના ઘરગથ્થુ ઉત્પાદનના માત્ર ૧.૮૪ ટકા નાણાંકીય ખાદ સાથે દેશભરમાં અગ્રેસર છે. ૧૯૯૫ પહેલાની વાત કરવામાં આવે ત્યારે કોંગ્રેસના મિત્રો અકળાઈ જાય છે જેથી છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતની જનતાએ ભાજપને આપી છે.