વિરપુર, તા.૧પ
વિરપુર તાલુકાના તોરણાના મુવાડા ગામનો યુવાનની ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વિરપુર તાલુકાના તોરણાના મુવાડા ગામના કીરણ સોમાભાઈ ઠાકોર લુણાવાડા હેડ ક્વાર્ટર પર કોન્સ્ટેબલ તરીકેની કામગીરી કરતો હતો જેણે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મરણ જનાર કીરણ લુણાવાડા તાલુકાના તરણોચા ગામનો વતની હતો નાનપણથી તે તેના મામા પુનમભાઈ રામાભાઈ ખાંટના ઘરે તોરણાના મુવાડા (દાતલા) ગામે રહેતો હતો કીરણ લુણાવાડા હેડ ક્વાર્ટર એલ આર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો નોકરી દરમ્યાન કીરણ મામાના ઘરેથી જ અવરજવર કરતો હતો કીરણ સવારના સમયે છ વાગ્યાની આસપાસ ઉઠી દસ વાગ્યા સુધીમાં નોકરી જતો રહેતો હતો પણ એ દિવસે કીરણ ધરના સદસ્યો સાથે ચા પીવાના ટાઈમે બહાર ના આવતા કીરણના મામાએ ધરના અંદરના રૂમની તપાસ કરતા કીરણની લટકેલી હાલતમાં લાશ મળી હતી બાદમાં કીરણના મામાએ વિરપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી.