મહિસાગરના વિરપુર તાલુકામાં આવેલાં ધોરાવાડા ગામ ખાતે કોંગ્રેસ સેવાદળ યંગ બ્રિગેડ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો રાષ્ટ્રીયગીતથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓ માટે નિમણૂક કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મહિસાગર જિલ્લાના કોંગ્રેસ સેવાદળના પ્રમુખ ઠાકોર દશરથભાઈ, ગુજરાત રાજ્ય કોંગ્રેસ સેવાદળના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ,૧૨૧ વિધાનસભાના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ, વિરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાધુસિંહ પરમાર, તાલુકા પંચાયત વિરપુર ઉપપ્રમુખ અમરસિંહ, મહિસાગર જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ, કડાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાન્તીભાઈ સંગાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.