(સંવાદદાતા દ્વારા)
વિરમગામ,તા.૪
વિરમગામ ખાતે અગાઉ બનેલ સામૂહિક બનેલ ગેંગરેપની કલંકિત ઘટના બની હતી. તેને સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી હતી. તેમજ સામુહિક ગેંગરેપના આરોપીઓને સખ્ત સજા મળે તે માટે આજ રોજ વિરમગામ અલ્લાઉદ્દીનશા બાવાનાં કમ્પાઉન્ડમાં અમદાવાદ શહેરના બે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, તદઉપરાંત સમસ્ત મુસ્લિમ મધ્ય ગુજરાત સમાજના પ્રમુખ અબ્દુલ કરીમભાઈ ધોળકાના હાજી અબ્દુલ ચાચાની ઉપસ્થિતિમાં પીડિતના મા-બાપને હૈયાધારણા આપી નરાધમોને કડક સજા મળશે તેવી હિંમત આપી હતી તેમજ પીડિતાને મળીને તેણીને હિંમત આપી હતી.
આ મીટિંગ દરમ્યાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા શહેરના આગેવાનો યાસીન મંડલી, રૂકશાનાબેન ગીલાણી (એડવોકેટ) મુસ્તાક ખાવડિયા, અબ્દુલ સમદ ખોખર, અલતાફ અગોલિયા, અકતર પટેલે હાજર રહી આ બનાવને સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ બનાવ બન્યાને એક માસ વીતિ ગયેલ હોવા છતાં વિરમગામના ધારાસભ્ય જેઓ કોંગ્રેસના છે તે આજદિન સુધી પીડિતમાં પરિવારની મુલાકાત તેમજ હૈયાધારણ ન આપતા શહેરનો મુસ્લિમ સમાજ નારાજ છે.