(સંવાદદાતા દ્વારા)
હિંમતનગર, તા.૯
દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર પહેલાથી જ સ્પષ્ટ કરી ચુકી છે કે દેશના દરેક નાગરિક સુધી કોરોના વેક્સિન પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોના વેક્સિનેશનનો ડ્રાય રન કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા કોરોના વેક્સિનેશન માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વિરમગામ તાલુકાના કરકથલ, કુમરખાણ અને મણીપુર પ્રાથમિક શાળામાં કોરોના વેક્સિનેશન માટેનું રીહર્સલ કરાયું હતું. કોરોના વેક્સિનેશન ડ્રાયમાં તાલુકા હેલ્થ ઓફિસ ડૉ.વિરલ વાઘેલા, અમદાવાદ ડી.પી.સી ડૉ કોમલ વ્યાસ, ડો રવિન્દ્રસિંહ વાઘેલા, ડો.રાકેશ ભાવસાર, ડો.પ્રણિકા મોદી, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.