ડભોઈ, તા. ૨૩
ડભોઈ નગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં ચીફ ઓફિસર દ્વારા વેરા વધારા માટેનો વિષય મુકાતા વિરોધ પક્ષે હોબાળો મચાવી પાણી ડ્રેનેજ સમસ્યાઓ દૂર કરવા રજૂઆત કરી હતી.
ડભોઈ ખાતે નગરપાલિકા સભાખંડમાં ઈન્ચાર્જ પ્રમુખ મકબુલભાઈ મરઘાવાલાના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી હતી. જેમાં તા.૩૧-૭-૧૭ના રોજ મળેલ સમગ્ર સભાના ઠરાવ નં. ૩૩થી પપ સુધીના ઠરાવ બહાલ રાખવામાં આવ્યા હતા.
ડભોઈ નગરપાલિકામાં ખાલી પડેલ કર્મચારીઓની જગ્યા ભરવા બાબતે મંજૂરી મળતા ભરતી પ્રક્રિયાનું શિડ્યુલ બનાવી યોગ્ય કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો હતો. ચીફ ઓફિસર દ્વારા વેરાઓમાં સુધારા કરવા આવેલ વિષયમાં વિરોધ પક્ષના નેતા ભાજપના એચ.બી. શાહ પ્રકાશ શાહે વિરોધ કરતા નગરમાં પૂરતા પ્રમાણમાં પાણી મળતુ નથી. ડ્રેનેજ સમસ્યા માથાનો દુખાવો છે તેનું નિરાકરણ લાવવું જોઈએ.
ડભોઈ નગરપાલિકાની એક વર્ષ માટે વિવિધ સમિતીની રચના કરવામાં આવતા કારોબારી સમિતિના ચેરમેન તરીકે સુભાષભાઈ દોલતરામ ભોજવાણીની વરણી થતા સભાસદોએ પાટલી થપ થપાવી આવકાર્યા હતા અને ફૂલહાર પહેરાવી ચેરમેનની ખુરશી પાસે સભ્યો લઈ ગયા હતા. ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન નુરમહંમદ મહુડાવાલા, વારિગૃહ સમિતિના ચેરમેન ઠાકોર યોગેશભાઈ શનાભાઈ, મનોરંજન કર સમિતિના ચેરમેન સલીમભાઈ ઘાંચી, યુ.બી.એસ. સમિતી ચેરમેન વસાવા હસુમતીબેન, ડ્રેનેજ સમિતિ ચેરમેન વસાવા અનસુયાબેન કીરીટભાઈ, વાહન સમિતિ ચેરમેન લોખંડવાલા ફરીદાબાનુ નેમતુલ્લા, સેનેટરી સમિતિ ચેરમેન મનસુરી નફીસાબાનુ મુનાવરહુસેન, બગીચા સમિતિ ચેરમેન બીબીબેન મનસુરી બાંધકામ સમિતિ ચેરમેન ખલીફા ઐયુબભાઈ ઈબ્રાહીમભાઈ ફાઈનાન્સ સમિતિ ચેરમેન બારીયા મીનાબેન હિતેષકુમાર ટુર્નામેન્ટ મુકેશકુમાર શાહ, મેલેરીયા સમિતિ ચેરમેન પટેલ શીતલબેન પીન્ટુભાઈ જિલ્લા આયોજન મંડળ સમિતિ ચેરમેન તાહેરાબીબી ખાનુવાલા તા.૧૦/૧૧ તથા ૧ર-૧૩-૧૪માં નાણાં પંચ સમિતિ ચેરમેન પટેલ હાર્દિકભાઈ જિલ્લા કેળવણી મંડળ ડભોઈ ખાતે પ્રતિનિધિ શાહ મુકેશકુમાર શાહની સભ્યો સાથે વરણી કરવામાં આવી હતી.