વેલિંગ્ટન, તા.૬
ન્યુઝીલેન્ડે પાંચ મેચોની સિરીઝની પ્રારંભિક મેચમાં ડકવર્થ લુઈસ પદ્ધતિથી પાકિસ્તાનને ૬૧ રને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતાના વન-ડેમાં લગભગ નવ જીતની પરંપરાને તોડી નાંખી છે. કપ્તાન વિલિયમ્સનના ૧૧પ રનની મદદથી ન્યુઝીલેન્ડ સાત વિકેટે ૩૧પ રન બનાવવામાં સફળ થયું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલા ન્યુઝીલેન્ડ માટે કોલીન મુનરોએ પ૮, હેનરી નિકોલ્સે પ૦ અને ગુપ્ટીલે ૪૮ રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાનની ટીમે ૩૦.૧ ઓવરમાં ૬ વિકેટે ૧૬૬ રન બનાવ્યા હતા. ત્યારે વરસાદના કારણે મેચ રોકવી પડી. ઓપનર ફખર જમાએ ૮ર અને ફહીમ અશરફ ૧૭ રન બનાવી અણનમ હતા પણ વરસાદ પડવાથી પાકિસ્તાનને ત્યારે જીત માટે ડકવર્થ લુઈસ પદ્ધતિ અનુસાર ૩૦.૧ ઓવરમાં રર૭ રનની જરૂર હતી.
વિલિયમ્સનની સદી : પ્રથમ વન-ડેમાં પાકિસ્તાનને ૬૧ રને હરાવતું ન્યુઝીલેન્ડ

Recent Comments