દુબઇ,તા.૨૦
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સન અને શ્રીલંકાના અકિલા ધનંજયને ગોલ ખાતેની પ્રથમ ટેસ્ટ પછી શંકાસ્પદ બોલિંગ એક્શન માટે રિપોર્ટ કરવામાં આવ્યા છે. ICCએ મંગળવારે સત્તાવાર નિવેદનમાં આ અંગેની જાણકારી આપી હતી. બંને રાઈટ આર્મ સ્પિનર છે અને પ્રથમ મેચ પછી મેચ ઑફિશલે તેમની બોલિંગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. બંનેને આગામી ૧૪ દિવસમાં બોલિંગ ટેસ્ટ આપવી પડશે. જોકે તે દરમિયાન બંને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બોલિંગ ચાલુ રાખી શકશે.
વિલિયમ્સને પ્રથમ ટેસ્ટમાં બીજા દાવમાં માત્ર ૩ ઓવર નાખી હતી. તેણે ૭૩ ટેસ્ટમાં ૨૯ વિકેટ લીધી છે. તે ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને પાર્ટ ટાઈમ સ્પિનર છે. બીજા તરફ ધનંજય અત્યારે શ્રીલંકાનો મુખ્ય સ્પિનર છે. તેણે ૬ ટેસ્ટમાં ૨૪.૮૧ની એવરેજથી ૩૩ વિકેટ લીધી છે. ગોલ ખાતેની પ્રથમ ટેસ્ટમાં તેણે ૬ વિકેટ લીધી હતી.
વિલિયમ્સન-અકિલા ધનંજયની બોલિંગ એક્શન શંકાસ્પદ, ૧૪ દિવસમાં બોલિંગ ટેસ્ટ આપવી પડશે

Recent Comments