ક્રાઇસ્ટચર્ચ, તા.૫
ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને નવા વર્ષ સાથે નવો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. તે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી ઝડપી ૭ હજાર ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેણે પાકિસ્તાન સામે ચાલી રહેલી ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. વિલિયમ્સને મેચની પ્રથમ ઇનિંગ્સમાં ૨૩૮ રન બનાવ્યા હતા. એકંદરે ટેસ્ટમાં આ તેની ચોથી બેવડી સદી છે. તે સાથે જ ક્રિકેટમાં ૨૦૨૧ની પ્રથમ ડબલ સેન્ચુરી છે. સૌથી ઝડપી ૭ રન બનાવવાની બાબતે રોસ ટેલર બીજા સ્થાને છે. તેણે ૯૬ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે વિલિયમ્સને તેનાથી ૧૨ મેચ ઓછી રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
Recent Comments