(એજન્સી) તા.૧ર
નાગપુરના મ્યુનિસિપલ કમિશનર તરીકે સાત મહિનાથી ઓછા સમયના સક્રિય અને વિવાદાસ્પદ કાર્યકાળ પછી તુકારામ મુંઢેની અચાનક ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. ટ્રાન્સફરનો આદેશ મળ્યા પછી શુક્રવારે તેમણે શહેર છોડી દીધું હતું તે જ્યારે શહેર છોડીને જઈ રહ્યા હતો ત્યારે સેંકડો લોકો તેમને વિદાય આપવા માટે એકત્ર થયા હતા. આ દરમ્યાન તેમના પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. તેમના કેટલાક સમર્થકો તેમને રોકવા માટે તેમની ગાડીની આગળ આવીને ઊભા રહી ગયા હતા. મુંઢેના સમર્થનમાં એક ખાસ ફેસબુક પેજ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. મુંઢેને વિદાય આપવા માટે એકત્ર થયેલા લોકોમાં મોટાભાગના યુવાનો હતા. તેમણે મુંઢેના સમર્થનમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. છેવટે મુંઢે તેમની પત્ની અને પુત્ર સાથે ગાડીમાં બેસી મુંબઈ રવાના થઈ ગયા હતા. મુંઢે તેમના કાર્યકાળ દરમ્યાન વિકાસ યોજનાઓ, બજેટ, કોવિડ-૧૯ મેનેજમેન્ટ, નાગપુર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ વગેરે જેવા મુદ્દાઓ પર ભાજપ તેમજ કોંગ્રેસ સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા. મુંઢે પર બધી સત્તા કબજે કરવાનો અને રોજબરોજના વહીવટમાં કોર્પોરેટરોની ભૂમિકાને અવગણવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાગપુર સ્માર્ટ સિટી પ્રોેજેકટના પ્રમુખપદે બેસી જવા બદલ નાગપુરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન કાર્યાલય સમક્ષ મુંઢેની ફરિયાદ કરી હતી.
Recent Comments