મુંબઈ, તા.૧૦
એમેઝોન પ્રાઈમની વેબ સીરીઝ ‘તાંડવ’ અને મિર્ઝાપુર પર થયેલી બબાલ બાદ એ માંગ ઉઠી હતી કે, શુ ઓવર ધી ટોપ કન્ટેન્ટ એટલે કે, ઓટીટી પ્લેટફોર્મને રેગ્યુલેટ કરવાની જરૂર છે. કારણ કે, હાલ ઓટીટી પ્લેટફોર્મ સેલ્ફ રેગ્યુલેટ છે. એટલે કે, તે જે ઈચ્છે તે કંટેટ પીરસી શકે છે. પરંતુ સરકારે એ સ્પષ્ટ કર્યુ કે, હવે આવુ નહિ ચાલે. સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે સંસદમાં કહ્યુ કે, ઓટીટી પ્લેટફોર્મ માટે ટૂંક સમયમાં જ ગાઈડલાઈન્સ તૈયાર કરાશે. તેણે કહ્યુ કે, અમને કેટલાક સુઝાવ અને ફરીયાદો મળી રહી છે. ગાઈડલાઈન્સ અને ડાયરેકશન લગભગ તૈયાર છે. જલ્દીથી જ તેને લાગુ કરવામાં આવશે. આ મુદ્દાને બીજેપીના સાંસદ મહેશ પોદ્દારે રાજયસભામાં ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ કે, દેશમાં સરળતાથી ઉપલબ્ધ ઈન્ટરનેટની સુવિધા સાથે નેટફ્લિકસ જેવા કેટલાક ઓટીટી પ્લેટફોર્મ ઝડપથી વધ્યા છે.
કોરોના મહામારી અને લોકડાઉનના કારણે થિએટર બંધ થયા. મનોરંજનના સાધનો બંધ થવાથી ઓટીટી પ્લેટફોર્મની પહોંચ ઘણી વધી ગઈ છે. તેની સાથે જ આપણા દેશના યુવાનો પર ખોટો પ્રભાવ પડ્યો છે. આપણી સંસ્કૃતિ અને માન્યતાઓ પર સીધો હમલો કર્યો. ઝારખંડના બીજેપીના સાંસદ મહેશ પોદ્દારે કહ્યુ કે, ઓટીટી પ્લેટફોર્મની ભાષા અને કંટેટમાં સેકસયુઅલ ડિસ્ક્રિમિનેશન તથા જેંડર ડિસ્ક્રિમિનેશન ચોખ્ખુ દેખાય આવે છે. ઓટીટીમાં અશ્લીલ અને સ્લટ ભાષાનો ઉપયોગ થાય છે. એવામાં જરૂરી છે કે, સરકાર મોડુ કર્યા વગર તરત જ ઈન્ટરનેટ રેગુલેશન લાગુ કરે. ઓટીટી પ્લેટફોર્મ માટે રેગુલેશન આવ્યા બાદ ૪૦ ઓટીટી પ્લેટફોર્મ છે જેના પર અસર થશે. તેમાં નેટફળીક્સ, અમેઝોન પ્રાઈમ અને હોટસ્ટાર (ડીઝની પ્લસ)સામેલ છે.
આઈએએમએઆઈએ પોતાનું સેલ્ફ રેગુલેશન ટૂલકિટ તૈયાર કરી લીધુ છે. જેમાં કેટલાક પ્રકારની ગાઈડલાઈન્સ છે. માર્ચ-એપ્રિલથી વેરિફિકેશન શરૂ થશે જેનાથી ઓગસ્ટ સુધી કોડને પુરી રીતે લાગુ કરી શકે, સપ્ટેમ્બર ૨૦૨૦માં સૂચના અને પ્રસારણ મંત્રાલયે આઈએએમએઆઈ ઓટીટી પ્લેટફોર્મને સેલ્ફ રેગુલેટરી મૉડલને સપોર્ટ કરવાની મનાઈ કરી હતી. નવેમ્બરમાં સરકારે એક નોટીફિકેશન જારી કરી ઓનલાઈન કંટેટ પ્રોવાઈડર્સને સૂચના અને પ્રસારણ મંત્રાલયના આઘીન કરાયુ હતુ.
વિવાદો બાદ Netflix, Amazon Prime Video માટે ગાઈડલાઈન તૈયાર

Recent Comments