અમદાવાદ,તા.૧૦
રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હસ્તકની વિવિધ કચેરીઓમાં વર્ગ-૧,ર અને વર્ગ-૩ની વિવિધ જગા પર નિમણૂક પામેલ ઉમેદવારોને તા.૧૧મી સપ્ટેમ્બર-ર૦૧૮ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. સ્વર્ણિમ સંકુલ-ર દ્વારકા હોલ ખાતે તા.૧૧મી સપ્ટેમ્બર ર૦૧૮ને મંગળવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાનાર આ સમારોહમાં શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રમ અને રોજગાર વિભાગના વિવિધ્‌ ખાતાના વડાની કચેરીઓ ખાતે મદદનીશ શ્રમ આયુકત વર્ગ-૧, મદદનીશ નિયામક બોયરલ (વર્ગ-ર), ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ-ર, ઈન્સ્પેકટર (બીડીસીડબલ્યુ) વર્ગ-ર અને મદદનીશ સ્ટોર કીપર વર્ગ-૩ની જગા પર નિમણૂક પામેલ ઉમેદવારોને આ નિમણૂક પત્રો એનાયત કરાશે એમ શ્રમ અને રોજગાર વિભાગની યાદીમા જણાવાયું હતું.