ભાવનગર, તા.૮
ભાવનગર શહેરના અકવાડા ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા એક મીટિંગ યોજાઈ હતી, જેમાં આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અગાઉ બે વખત પોતાની અમુક માગણીને લઈ રજૂઆત અને હડતાલ કરવામાં આવી હતી. તેમ છતાં સરકાર દ્વારા માત્ર આશ્વાસન આપી હજુ સુધી કોઈ પરિણામ નહીં આવતા ફરી આજરોજ મહાસંઘ દ્વારા સરકારને આપેલ અલ્ટિમેટનો સમય પૂર્ણ થઈ રહ્યો હતો. ત્યારે ભાવનગરના અગિયાર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારી અને હોદ્દેદારોની મીટિંગ યોજાઈ હતી અને જો માગણીને સરકાર દ્વારા પૂર્ણ કરવામાં નહીં આવે તો ચોક્કસ સમયની હડતાલ પાડવામાં આવશે અને આગામી સમયમાં કોરોના વેક્સિનની કામગીરીથી પણ અળગા રહેવાની ચીમકી આપી હતી.