અંકલેશ્વર, તા.રપ
અંકલેશ્વર જીઆઇડીસીમાં એઆઈએ હોલ ખાતે સુશાસન દિવસની ઉજવણી ભાગરૂપે કિશાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજના હેઠળ ૨૬૮ લાભાર્થીઓ એ લાભ લીધો હતો.
અંકલેશ્વરમાં ૨૫ ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિતે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ એઆઈએ હોલ ખાતે અંકલેશ્વર એપીએમસીના ચેરમેન કરસનભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ “સુશાસન દિવસ અંતર્ગત સાત પગલાં અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના ૨૬૮ લાભાર્થીઓને કીટોનું સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, જિલ્લા ખેતીવાડી અધિકારી, ટીડીઓ રજનીકાંત માણીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ માલતીબેન સોલંકી, ઉદ્યોગ મંડળના પ્રવીણ તેરૈયા, તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્ર દેવધરા સહિત સુશાસન દિવસ નિમિત્તે ઉપસ્થિત ખેડૂતો અને લાભાર્થીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું લાઈવ ટેલિકાસ્ટ નિહાળ્યું હતું.
વિવિધ યોજના હેઠળ ૨૬૮ લાભાર્થીઓએ લાભ લીધો અંકલેશ્વરમાં સુશાસન દિવસ નિમિત્તે કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો

Recent Comments