ભારતની ૮૦ ટકા વસ્તી ગરીબ છે અને વૈશ્વિક ઉત્પાદકો દ્વારા નિર્મિત ઉત્પાદકોનો ઉપભોગ કરી શકે તેમ નથી. આમ વડાપ્રધાન માને છે એ મુજબ ત્રણ ડી પર્યાપ્ત નથી
(એજન્સી) તા.૧૮
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને ઇકોનોમિક ટાઇમ્સ સાથેેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આપણે જોયું હતું કે બીજા વિશ્વયુદ્ધ બાદ એક કેવી નવી વિશ્વ વ્યવસ્થા રચાઈ હતી. આવું જ કંઇક કોવિડ-૧૯ પશ્ચાત બનશે. આ વખતે ઇન્ડિયા ઉત્પાદનની બસ પર સવાર થશે અને ગ્લોબલ સપ્લાય ચેઇનને પોતાની સાથે જોડશે. આપણી પાસે ડેમોક્રેસી, ડેમોગ્રાફી અને ડિમાન્ડના સ્વરુપમાં ફાયદા છે. પરંતુ આ ત્રણ ડીમાંથી બે ડી હવે ભારત માટે ભરોસાપાત્ર અસ્ક્યામત નથી. વસ્તીલક્ષી ડેમોક્રાફી એટલે કે વસ્તીલક્ષી પરિબળ ત્યારે જ એસેટ્સ બની શકે જ્યારે યુવાનો પાસે રોજગાર હોય. બેરોજગારી ઐતિહાસિક ઊંચાઇએ હોવાથી ડેમોગ્રાફી હવે નિરર્થક અસ્કયામતમાં ફેરવાઇ ગઇ છે. ઇન્ડિયા હવે જ્યારે આ વર્ષે જીડીપી ગ્રોથ નેગેટીવ બતાવનાર છે ત્યારે ઘટતી જતી ઘરેલુ માંગ ઉત્પાદનને વેગ આપી શકે નહીં. ભારતના ૧.૩૦ અબજ લોકોમાંથી ૮૦ કરોડ લોકો ગરીબ છે અથવા નિમ્ન મધ્યમ વર્ગમાં આવે છે કે જેઓ અમેરિકાની જેવી કંપનીઓની સેવા અને માલ-સામાન માટે ગ્રાહક બની શકે તેમ નથી. વૈશ્વિક ઉત્પાદન કંપનીઓ કોઇ દેશની વસ્તી જોઇને તે દેશમાં એન્ટ્રી મારતાં નથી. વાસ્તવમાં વસ્તી પાસે આ વૈશ્વિક ઉત્પાદકોની ચીજવસ્તુઓ ખરીદવા માટે પ્રયાપ્ત ખરીદશક્તિ હોવી જોઇએ. ચીનના લોકોની તુલનાએ ભારતીય લોકોની ખરીદશક્તિ પાંચમાં ભાગની છે. ભારતની માથાદીઠ આવક માત્ર ૨૧૦૪ અમેરિકન ડોલર છેે જ્યારે ચીનની માથાદીઠ આવક ૨૦૧૯માં ૧૦૨૬૧ અમેરિકન ડોલર હતી. ચીન ઉત્પાદક અને ઉપભોગ કરતો દેશ છે. જેમ કે ચીન એશિયામાં સૌથી મોટું બજાર છે અને એપલ માટે વિશ્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું બજાર છે. તાજેતરમાં ભારતમાંથી હાર્લિ ડેવિડસનની વિદાય દર્શાવે છે કે ભારતીયોને અમેરિકન કંપનીઓની ચીજવસ્તુ કે માલ-સામાન પોસાય તેમ નથી.
Recent Comments