(સંવાદ દાતા દ્વારા)
અમદાવાદ, તા.૬
શનિવારે ૨૦૦૮ ના સિરિયલ બ્લાસ્ટ કેસની સુનાવણી કરતી વિશેષ અદાલતે સિઝોફ્રેનિઆથી પીડિત નાવેદ કાદરી (૩૪) નામના આરોપીને છ મહિના માટે જામીનમાં વધારો કર્યો હતો. વેજલપુરનો રહેવાસી, કાદરી એકમાત્ર બ્લાસ્ટના શંકાસ્પદ વ્યક્તિ છે જેને છેલ્લા ૧૨ વર્ષમાં જામીન મળી ચૂક્યા છે. આ કેસમાં વિવિધ રાજ્યોના લગભગ ૭૮ વ્યક્તિ સુનાવણીનો સામનો કરી રહ્યા છે. કાદરીને તેની તીવ્ર સ્કિઝોફ્રેનિઆની સારવાર માટે પહેલા જુલાઈ ૨૦૧૮ માં અસ્થાયી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી કોર્ટ તેની જામીન મુદત લંબાવી રહી છે. શનિવારે વિશેષ ન્યાયાધીશ એ. આર. પટેલે, માનસિક ચિકિત્સકે કદરીને વધુ સારવારની આવશ્યકતા હોવાના પ્રમાણપત્ર આપ્યા બાદ નાવેદ કાદરીને સારવાર માટે વધુ છ મહિનાની મંજૂરી આપી હતી. જોકે કોર્ટે ચોક્કસ જામીન શરતો લગાવી છે. જામીન અવધિ દરમિયાન તેના માતા-પિતાને તેમને યોગ્ય સારવાર આપવા જણાવ્યું છે. જો કાદરીને અન્ય શહેરની મુલાકાત લેવી હોય અને ત્યાં રોકાવાનો ઇરાદો હોય તો તેને અદાલતમાં વિગતો આપવી પડશે. જો કાદરી અમદાવાદમાં છે, તો તેના માતાપિતાએ તેને દર બુધવારે નિરીક્ષણ માટે કોર્ટમાં રજૂ કરવો પડશે.