(એજન્સી) તા.૧૮
મોટાભાગના બાળકો માટે ગણિતનો વિષય માથાના દુખાવા સમાન હોય છે. જેમાં ૧ થી ૧૦ સુધીના ઘડિયા મોઢે કરવા તેમના માટે સૌથી મુશ્કેલ બાબત ગણાય છે. પરંતુ ૧થી ૧૬ સુધીના ઘડિયા કડકડાટ મોંઢે બોલી જતાં એક ૫ વર્ષના બાળક માટે તે કામ સહેજપણ મુશ્કેલ નહોતું.
આંખનું પોપચું ઢાળ્યા વિના એકી શ્વાસે ૧થી ૧૬ સુધીના ઘડિયા કડકડાટ બોલી જતા તે બાળકનું નામ હતું કેલ્યામપુડ્ડી રાધાક્રિશ્નન રાવ અર્થાત સી.આર. રાવ. આ ૫ વર્ષના બાળકે મોટા થઇને એક વિશ્વકક્ષાના ગણિતશાસ્ત્રી તરીકે નામના પ્રાપ્ત કરી છે. તેમની ગણિત વિષયની આ કલા-કૌશલ્યને તેમના પિતા દોરાઇસ્વામી નાયડુ અને માતા લક્ષ્મીકાંતમ્માએ ખૂબ જ કેળવી અને પોષી હતી. નાનપણમાં તેમના માતા-પિતા તેમને વહેલી સવારે ઊઠાડી દેતાં, બાદમાં પીવા માટે દૂધ આપતાને બાદમાં ભણવા બેસાડી દેતા હતા.
સ્કૂલ અને કોલેજમાં પણ યુવાન રાવ ગણિતના અઘરામાં અઘરા દાખલા અને પ્રયમ કિપણ પેન કે પેપર વિના ઉકેલી આપતા હતા. તે સમયે મેગેઝિન અને જર્નલમાં પ્રસિદ્ધ થતાં ગણિતના અઘરા પડકારોનો ઉકેલ શોધવાનો તેમને ખૂબ શોખ હતો અને જ્યારે તે મેગેઝિન તેમનું નામ પ્રસિદ્ધ કરતું ત્યારે તેમની ખુશી અને આનંદ ડબલ થઇ જતાં હતાં. એમ લાગતું હતું કે, ગણિત વિષય તેમના શરીરના જનીન તત્વોમાં જ વણાઇ ગયો હતો. વિશાખાપટ્ટનમ સ્થિત આંધ્રે યુનિવર્સિટીમાં બી.એ વીથ મેથ્સ(ઓનર્સ)ની છેલ્લા વર્ષની પરીક્ષામાં તે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવીને એક રોકેર્ડ સ્થાપ્યો હતો. ૧૯ વર્ષની નાની વયે તેમણે માસ્ટરની ડિગ્રી પણ હાંસલ કરી લીધી હતી. રાવ એટલા નસીબદાર હતા કે, તેમને શિક્ષણ આપનાર તેમના પ્રોફેસર ડૉ. રામાસ્વામી પોતે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યા હતા અને એક મોટા ગણિતશાસ્ત્રી હતા, જે તેમના માટે પ્રેરણાનું સૌથી મોટું સ્ત્રોત હતા. ગણિત જેવા વિષયમાં ખૂબ ઉચ્ચ ડિગ્રીઓથી સજ્જ હોઇ રાવે વિદેશમાં એક ગણિત તરીકે સારી નોકરી મળે તે માટે એક સ્વપ્ન જોયું હતું અને તે સમયે તેમણે વિદેશ જવા દક્ષિણ આફ્રિકાની મિલિટરી સર્વેયરની પોસ્ટ માટે અરજી કરી હતી. અરજી બાદ તેમનો કોલકાતા ખાતે ઇન્ટરવ્યુ યોજાયો હતો (૧૯૩૯-૪૦), જો કે કમનસીબે તે ઇન્ટરવ્યૂમાં પાસ થઇ શક્યા નહોતા જેના કારણે યુવાન રાવ ખૂબ જ નિરાશ થયા હતા. જો કે, આ ઘટના થઈ તેમના જીવનમાં એક નવો જ વળાંક આવ્યો હતો. તે સમયે તેમની મુલાકાત દક્ષિણ ભારતના વતની એવા સુબ્રમણ્યમ સાથે થઇ હતી, જે તે સમયે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ (આઇએસઆઇ)ની ટ્રેનિંગમાં હતા. તેમની સાથે થયેલી ટૂંકી મુલાકાત અને વાતચીતના કારણે તે આઇએસઆઇના એક ટૂંકા કોર્સમાં જોડાવા પ્રેરાયા હતા અને ત્યારબાદ બાકીનો આકો એક ઇતિહાસ છે એમ આઇએસઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બીએલએસ પ્રકાશ રાવે કરન્ટ સાયન્સ નામના જર્નલમાં લખેલા એક લેખમાં કહ્યું હતું. આ એક નાની ઘટનાએ પ્રૉ. રાવના આખા પરિવારને ગણિતના માર્ગે ચઢાવી દીધું. ટૂંક સમયમાં જે તે માસ્ટર ડિગ્રી માટે કોલકાતા યુનિવર્સિટીમાં જોડાઇ ગયા. માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં પણ તેમને સૌથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને રેકોર્ડ સ્થાપ્યો હતો. અહિંયા તે આઇએસઆઇના સ્થાપક પીસી મહાલાનોબિસને મળ્યા જે તેમને આઇએસઆઇમાં લઇ ગયા હતા. ત્યારબાદ મહાલાનોબિસે તેમને ઓક્ષફર્ડ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસઅર્થએ મોકલ્યા, જ્યાં તેમણે પીએચડી કર્યું અને ગણિતના અનેક પ્રમેય અને સિદ્ધાંતો વિકસાવ્યા. તેમના કેટલાંક સિદ્ધાંત ક્રેમર-રાવ ઇનઇક્વાલિટિ તરીકે પ્રસિદ્ધ થયા તો કેટલાંક પ્રમય રાવ થિયરમ તરીકે જાણીતા બન્યા.
૧૯૭૯માં તેમની કારકિર્દીએ એક નવો વળાંક લીધો. તે સમયે અમેરિકાની પિટ્‌સબર્ગ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિશ્નૈયાએ તેમને પ્રવચન આપવા આમંત્રણ આપ્યું. તેમનું પ્રવચન સાંભળીને મંત્રમુગ્ધ થઇ ગયેલા યુનિવર્સિટીના સત્તાવાળાઓ તેમને સીધી જ નોકરી આપી દીધી.