લંડન, તા.૧૫
વિશ્વ કપ ઈતિહાસની કોઈ મેચ લગભગ આટલી રોમાંચક રહી હશે, જેટલી ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ફાઇનલ રહી હતી. આ મુકાબલામાં પ્રથમ મેચ ટાઈ રહી અને સુપરઓવર સુધી ગઈ અને ત્યારબાદ સુપરઓવર પણ ટાઈ રહી હતી. ત્યારબાદ બાઉન્ડ્રીના આધાર પર વિશ્વ કપ વિજેતા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. લંડનના લોડ્ર્સમાં રમાયેલી આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૯ની ફાઇનલમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું તે પણ બાઉન્ડ્રીના આધાર પર. તેવામાં હવે બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની માફી માગી છે.
હકીકતમાં વિશ્વ વિજેતા બનવા માટે ઈંગ્લેન્ડને અંતિમ ૬ બોલ પર ૧૫ રનની જરૂર હતી. તેવામાં બેન સ્ટોક્સે અંતિમ ઓવરના ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો અને ત્રણ બોલમાં નવ રન લેવા માટે તેણે જ્યારે મિડવિકેટ બાઉન્ડ્રી પર શોટ ફટકાર્યો અને બીજો રન લેવા માટે દોડ્યો તો માર્ટિન ગુપ્ટિલનો થ્રો તેના બેટ પર લાગ્યો અને બોલ બાઉન્ડ્રી બહાર પહોંચી ગયો હતો. અંતિમ બે બોલ પર ઈંગ્લેન્ડને ત્રણ રનની જરૂર હતી, પરંતુ બે રન બનાવી શક્યું, આ કારણે મેચ ટાઈ થઈ હતી. સુપર ઓવરમાં પણ ટાઈ રહી અને અંતે બાઉન્ડ્રીના આધાર પર ઈંગ્લેન્ડે વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.
તેવામાં હવે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં જન્મેલા સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની માફી માગી છે. તેણે કહ્યું કે, ‘અંતિમ ઓવરમાં બોલ મારા બેટને લાગીને બાઉન્ડ્રી બહાર ચાલ્યો હતો, તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે આમ થઈ જશે. તેને લઈને હું કેન વિલિયમસનની માફી માગી ચૂક્યો છું. હું આવું કરવા ઈચ્છતો નહતો.
વિશ્વકપ જીત્યા બાદ બેન સ્ટોક્સે ન્યૂઝીલેન્ડની માગી માફી

Recent Comments