(એજન્સી) તા.ર૭
કોલકોતા : વિશ્વભારતી યુનિવર્સિટીની જમીન પર પરિવાર દ્વારા ગેરકાયદેસર કબજાને લઈને ફાટી નીકળેલા વિવાદ વચ્ચે નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને શનિવારે આરોપ લગાવ્યો હતો કે યુનિવર્સિટીના કુલપતિ કેન્દ્રના ઈશારે કાર્યવાહી કરે છે. સેને જણાવ્યું કે શાંતિ નિકેતનમાં તેમની પાસે રાખેલી જમીન રેકોર્ડમાં નોંધાયેલી છે અને સમગ્ર રીતે લાંબા સમયગાળા માટે લીઝ પર આપવામાં આવી છે તેઓ તે સમાચારો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેમાં કહેવાયું હતું કે વિશ્વ ભારતી યુનિ.એ સેનનું નામ તે લોકોની સાથે યાદીમાં સામેલ કર્યું છે જેમણે ગેરકાયદેસર રીતે વધારાની જમીન પર કબજો મેળવેલો છે. સેનના એક નિવેદનમાં કહેવાયું હતું કે કેન્દ્રીય યુનિ.એ જમીનના અધિકાર અંગે તેમને અથવા તેમના પરિવારને કોઈ પણ પ્રકારની ગેરરીતિ અંગે કોઈ ફરિયાદ કરી નથી. નોબેલ વિજેતાએ આગળ કહ્યું કે વિશ્વ ભારતીની જમીન જેના પર તેમનું ઘર સ્થિત છે તે લાંબા ગાળા સુધી લીઝ પર છે. તેમણે કહ્યું કે વધારાની જમીનને મારા પિતાએ સંપૂર્ણ માલિકી સાથે ખરીદી હતી અને જમીન રેકોર્ડમાં દાખલ કરાઈ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ સેનને કહ્યું હતું કે આ અસહિષ્ણુતા સામેની લડાઈમાં તેઓ તેમને પોતાની બહેન અથવા મિત્ર માની શકે છે. તેમણે કહ્યું કે કેટલાક લોકોએ શાંતિ નિકેતનમાં સેનની પારિવારિક સંપત્તિઓ અંગે સમગ્ર પાયાવિહોણા આરોપો લગાવ્યા છે અને સેનને કહ્યું હતું કે બહુ વચનવાદીઓની દૃઢતા સામેની આ લડાઈમાં હું તમારી સાથે છું. આ લડાઈએ તમને અસત્યની આ શકિતઓનો ક્ષત્રુ બનાવી દીધો છે. મમતાએ આગળ કહ્યું કે અમને બધાને ખબર છે કે શાંતિનિકેતન સાથે આપના પરિવારના ગાઢ સંબંધો છે. વાત તમારા પિતાની હોય કે નાનાની બંનેએ શાંતિ નિકેતનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તમારો પરિવાર શાંતિ નિકેતનની સંસ્કૃતિમાં વણાયેલો છે. મમતાએ શાંતિનિકેતનમાં વિશ્વ પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીની પારિવારિક સંપત્તિઓ અંગે તાજેતરની ઘટનાઓ પર રોષ વ્યકત કર્યો હતો.