નવી દિલ્હી, તા.૨૫
વિશ્વભરમાં કોરોનાના ૨૮.૬૩ લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ૧.૯૯ લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૮ લાખ ૧૬ હજાર લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈટાલીમાં ૧૫૦ ડોક્ટરે જીવ ગુમાવ્યા છે, જ્યારે લંડનમાં ઘરેલુ હિંસાના કેસમાં ચાર હજાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે.કોરોના સામેની લડાઈમાં જર્મનીની સ્થિતિ સુધરી રહી છે. અહીં કુલ ૧.૫૫ લાખ કેસ નોંધાયા છે. જેમાં હાલ ૩૯ હજાર ૪૩૯ જ એક્ટિવ કેસ છે. થોડા દિવસ પહેલા અહીં ૪૮ હજારથી વધારે પોઝિટિલ કેસ હતા. ૧.૧૦ લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. જર્મનીમાં ૫૭૬૦ લોકોના મોત થયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું છે કે તેમની સરકાર દેશને ફરી ખોલવા માટે કામ કરી રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવાની અને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમણે વધુમાં કહ્યું કે જે દેશોમાં વેન્ટિલેટરની જરૂર છે તેમને અમેરિકા મોકલી રહ્યું છે. અમારી પાસે તેની ક્ષમતા સારી છે. અમે મેક્સિકો, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ, હોંડુરાસની મદદ કરી રહ્યા છીએ. સાથે ઈટાલી અને સ્પેનમાં પણ મોકલી રહ્યા છીએ. બીજી તરફ અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સંક્રમિત દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાને લઈને ચેતવણી આપી છે. જેમાં કહેવાયું છે કે આ દવાથી દર્દીના હ્રદય ઉપર ખરાબ અસર થઈ શકે છે.
ટ્રમ્પે નાના વ્યવસાય, હોસ્પિટલો અને કોરોનાની તપાસની સંખ્યા વધારવા માટે ૪૮૪ અબજ ડોલરન રાહત બિલ ઉપર હસ્તાક્ષર કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે નાના વ્યવસાયો અને શ્રમિકો માટે આ મોટી ભેટ છે. કોરોનાના સંક્રમણના કેસમાં વધારો થતાં પાકિસ્તાને ૯ મે સુધી લોકડાઉનને વધાર્યું છે. અહીં સંક્રમણના કુલ કેસ ૧૧ હજાર ૯૪૦ નોંધાયા છે જ્યારે ૨૫૩ લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોના વાયરસને ખતમ કરવા માટે દુનિયાના દેશો એક સાથે લાગેલા છે પરંતુ હજુ સુધી કોઇ આશાનુ કિરણ દેખાઇ રહ્યુ નથી. વિશ્વના દેશોમાં કોરોનાના કારણે કેસોની સંખ્યા વધીને હવે ૨૮ લાખ કરતા વધારે થઇ ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો પણ વધીને બે લાખની નજીક પહોંચી ગયો છે. હાલત ખરાબ થયેલી છે. વિશ્વના દેશોમાં કુલ રિક્વર થયેલા લોકોની સંખ્યા વધીને ૮૧,૧૬,૦૦૩ સુધી પહોંચી ગઇ છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા ૧૮,૪૭,૫૮૫ સુધી પહોંચી ગઇ છે. અમેરિકા અને સ્પેન સહિતના દેશોમાં કેસોની સંખ્યા સૌથી વધારે છે. ચીનમાં પણ કેટલાક નવા કેસો સપાટી પર આવ્યા છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં હવે ઝડપથી વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૫૮૫૨૪ રહેલી છે. જે ગંભીર સ્થિતીનો સંકેત આપે છે.કોરોના કહેર હજુ જારી રહી શકે છે. વિશ્વમાં કોરોનાની સ્થિતી કેટલી ખતરનાક છે તેનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે મોતના આંકડાના મામલામાં અમેરિકા, સ્પેન, ઇટાલી, ફ્રાંસ, બ્રિટન, બેલ્જિયમ સૌથી આગળ રહ્યા છે. આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં લોકોએ કોરોના વાયરસના કારણે દમ તોડી દીધા છે. હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનમાં જીવન ગાળી રહ્યા છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે. કારણ કે કેસોની સંખ્યા વધી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતીમાં દુનિયાના દેશમાં રિક્વરીમાં સમય લાગી શકે છે. અમેરિકા, ઇટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતી વણસી ગઇ છે. હવે સૌથી અસરગ્રસ્ત દેશોમાં ભારત પણ સામેલ છે. કારણ કે કેસોની સંખ્યા રેકોર્ડ ગતિથી વધી રહી છે. ભારતમાં પણ હવે સ્થિતી ખરાબ થઇ રહી છે. કારણ કે કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે.કોરોનાના કારણે સ્થિતી ક્યારેય સુધરશે તે અંગે હાલમાં વાત કરવી મુશ્કેલ છે. સૌથી વધારે અસરગ્રસ્ત દેશોમાં સ્થિતી સુધરી રહી નથી. જ્યારે જાપાન, ચીન સહિતના દેશોમાં સ્થિતીમાં સુધારો થયો છે. સુપર પાવર અમેરિકા અને સ્પેન તેમજ ઇટાલી જેવા દેશો કોરોનાની સામે જંગ હારતા દેખાઇ રહ્યા છે.

વિશ્વમાં કોરોના કહેર
દેશ કુલ કેસ નવા કેસ મોતનો આંકડો
અમેરિકા ૯,૨૫,૨૩૨ – ૫૨,૩૫૯
સ્પેન ૨,૨૩,૭૪૯ – ૨૨,૯૦૨
ઇટાલી ૧,૯૨,૯૯૪ – ૨૫,૯૬૯
ફ્રાન્સ ૧,૫૯,૮૨૮ – ૨૨,૨૪૫
જર્મની ૧,૫૫,૪૦૭ – ૫,૮૦૨
યુકે ૧,૪૮,૩૭૭ – ૨૦,૩૧૯
તુર્કી ૧,૦૪,૯૧૨ – ૨,૬૦૦
ઇરાન ૮૮,૧૯૪ – ૫,૫૭૪
ચીન ૮૨,૮૧૬ – ૪,૬૩૨
રશિયા ૬૮,૬૨૨ – ૬૧૫
બ્રાઝિલ ૫૪,૦૪૩ – ૩,૭૦૪
બેલ્જિયમ ૪૪,૨૯૩ – ૬,૬૭૯
કેનેડા ૪૩,૮૮૮ – ૨,૩૦૨
નેધરલેન્ડ ૩૬,૫૩૫ – ૪,૨૮૯
સ્વિસ ૨૮,૬૭૭ – ૧,૫૮૯
ભારત ૨૪,૫૩૦ – ૭૮૦
પોર્ટુગલ ૨૨,૭૯૭ – ૮૫૪
પેરુ ૨૧,૬૪૮ – ૬૩૪
આયર્લેન્ડ ૧૭,૬૦૭ – ૭૯૪
સ્વિડન ૧૭,૫૬૭ – ૨૧૫૨
ઇઝરાયેલ ૧૪,૮૦૩ – ૧૯૨