(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
વિશ્વભરમાં કોરોનાના દર્દીઓ ૧૭રર૮પ૦ થઈ ગયા છે. અત્યાર સુધીમાં ૧૦૪૮૭૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. ૩૮૯૩૧૩ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. બ્રિટનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૮૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં મૃત્યુઆંક ૯ હજાર થયો છે. મહામારીની ઈટાલી પછી સૌથી ખરાબ અસર હાલ અમેરિકામાં જોવી મળી રહી છે. અહીં કુલ પોઝિટિવ કેસ પાંચ લાખથી વધારે નોંધાયા છે. અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૪૩ લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક ૧૮૮૦૧ થયો છે. દક્ષિણ કોરિયામાં સાજા થયેલા ૯૧ દર્દીના રિપોર્ટ ફરી પોઝિટિવ આવ્યો છે. અમેરિકાના ન્યૂયોર્ક રાજ્યએ પોઝિટિવ કેસની બાબતમાં તમામ દેશને પાછળ છોડી દીધા છે. અહીં કુલ ૧.૭૭ લાખ પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ૭ હજાર ૮૪૪ થઈ ગયો છે. ઈટાલીમાં લોકડાઉનને ત્રણ મે સુધી લંબાવાયું છે. અહીં કોરોનાના ૧.૪૮ લાખ પોઝિટિવ કેસ અને ૧૮ હજાર ૮૪૯ લોકોના થયા છે. ઈટાલીમાં અમેરિકા કરતા ૧૦૦ મૃત્યુઆંક વધારે છે. અમેરિકામાં આજ સાંજ સુધીમાં અન્ય દેશની સરખામણીમાં સૌથી વધારે મૃત્યુઆંક થઈ જવાની આશંકા છે, કારણ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અહીં રોજ બે હજારની આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઈટાલીમાં ૨૪ કલાકમાં ૫૭૦ લોકોના મોત થયા છે. પહેલા અહીં ૯ માર્ચથી ત્રણ એપ્રિલ સુધી લોકડાઉન હતું, ત્યારબાદ તેને ૧૩ એપ્રિલ સુધી કરાયું હતું અને હવે ત્રણ મે સુધી લંબાવાયું છે. ઈટાલીમાં કુલ ૧૮૮૪૯ લોકોનાં મોત થયા છે. ફ્રાન્સમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧.૨૫ લાખ અને મૃત્યુઆંક ૧૩ હજાર ૧૯૭ થઈ ગયો છે. ઈટાલી, અમેરિકા અને સ્પેન પછી ફ્રાન્સ ચોથો દેશ છે જ્યા મૃત્યુઆંક વધારે છે.
બ્રિટનમાં ૭૩ હજાર ૭૫૮ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ૮ હજાર ૯૫૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં ૨૪૪ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેમા ૧૦૨ વર્ષની એક વૃદ્ધાનો પણ સમાવેશ થાય છે. જોકે આ વૃદ્ધાનું નામ જાહેર કરાયું નથી. બ્રિટનના પ્રધાનમંત્રી આઈસીયુની બહાર આવી ગયા છે. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાના ર૧૦ દેશોમાં યથાવત રીતે જારી રહ્યો છે. કેસોની સંખ્યા રેકોર્ડ ગતિએ વધી રહી છે. અમેરિકા, સ્પેન અને ઈટાલી સહિતના દેશો જોરદાર લડત ચલાવી રહ્યા છે. ભારતમાં પણ કેસોની સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં કેસોની સંખ્યા પાંચ લાખ કરતાં વધારે થઈ ગઈ છે. દુનિયાના દેશો માની રહ્યા છે કે, હજુ એપ્રિલના મહિના સુધી તેનો આતંક યથાવત રીતે જારી રહી શકે છે કારણ કે, કેસોની સંખ્યા વધી રહી છે. હજુ ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓની સંખ્યા હજારોમાં રહેલી છે. આવી સ્થિતિમાં દુનિયાના દેશોને રિકવરીમાં સમય લાગી શકે છે. વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી હાલમાં વિશ્વમાં આશરે ત્રણ અબજ લોકો લોકડાઉનનું જીવન ગાળી રહ્યા છે. ઘણા દેશોએ પોતાના લોકડાઉનના દિવસોને વધાર્યા છે. અમેરિકા, સ્પેન, ઈટાલી, યુકે, ફ્રાન્સ જેવા દેશોની હાલત ખૂબ જ ગંભીર છે. ર૪ કલાકમાં પ૦૦થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે.

કોરોના રાઉન્ડઅપ

દેશ-દુનિયામાં કોરોના કેર…

વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૧૭,૨૫,૧૨૬
વિશ્વના કુલ દેશોમાં મોત ૧,૦૪,૮૮૧
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૩,૯૦,૧૦૭
એક્ટિવ કેસોની સંખ્યા ૧૨,૩૦,૧૪૧
ભારતમાં કેસોની સંખ્યા ૮૦૨૭
ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૬૮૮૫
ભારતમાં રિકવર લોકોની સંખ્યા ૮૮૬
ભારતમાં મોતની સંખ્યા ૨૫૬