(એજન્સી)
ન્યૂયોર્ક/બર્લિન/રોમ, તા.૧૬
વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ અત્યાર સુધી ૨૧ લાખ ૭ હજાર ૬૭૬ નોંધાઈ ચૂક્યા છે. ૧ લાખ ૩૪ હજાર ૯૯૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. ૫ લાખ ૨૬ હજાર ૩૪૧ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
અમેરિકાની વાત કરીએ તો અહીં ૨૪ કલાકમાં ૨૬૦૦ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૩૦ હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં કુલ મૃત્યુઆંક ૨૮,૫૮૦ થયો છે અને કુલ પોઝિટિવ કેસ ૬ લાખ ૪૪ હજાર નોંધાઈ ચૂક્યા છે. ન્યૂયોર્ક સૌથી વધારે પ્રભાવિત છે, અહીં ૧૧ હજાર ૬૮૬ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અહીં ૨ લાખ ૧૪ હજાર ૬૪૮ કેસ નોંધાયા છે.
બીબીસીના રિપોર્ટ મુજબ જર્મનીમાં આગામી એક સપ્તાહ સુધી નિયમો સાથે વેપારીઓ પોતાની દુકાન ખોલી શકશે. ચાર મે પછી સ્કૂલો ધીમે-ધીમે ખૂલશે. મર્કલે કહ્યું કે, જાહેર સમારોહ અને ધાર્મિક મોટા આયોજનો ઉપર ૩૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધ રહેશે. જર્મનીમાં ૧ લાખ ૩૪ હજાર ૭૫૩ કેસ નોંધાયા છે અને ૩૮૦૪ લોકોના મોત થયા છે.
પાકિસ્તાનમાં કોરોનાના કુલ કેસ ૬૨૯૭ થઈ ગયા છે. અહીં ૧૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈટાલીમાં કોરોના વાયરસથી થનાર મોત અને પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૪ કલાકમાં અહીં ૫૭૮ લોકોએ જીવ ગુમાવ્યો છે અને ૨૬૬૭ નવા કેસ નોંધાયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં ૧ લાખ ૬૫ હજાર ૧૫૫ કેસ નોંધાયા છે અને ૨૧ હજાર ૬૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.
સ્પેનમાં બુધવારે ૫૫૭ લોકોનાં મોત થયા છે અને ૬૫૯૯ નવા કેસ નોંધાયા છે. અહીં ૧૮ હજાર ૮૧૨ લોકોના જીવ ગયા છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ચેતવણી આપતા કહ્યું હતું કે, દેશમાં લોકડાઉન અમુક સપ્તાહો સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, જો લોકડાઉન વહેલા ખોલી નાખવામાં આવશે તો અમે જે અત્યારે કરી રહ્યા છે તે નહીં કરી શકીએ. કેનેડામાં અત્યાર સુધીમાં ૨૮ હજાર ૩૭૯ કેસ નોંધાયા છે. અહીં ૧૦૧૦ લોકોનાં મોત થઈ ચૂક્યા છે.
આવી સ્થિતિમાં દુનિયાના દેશમાં રિકવરીમાં સમય લાગી શકે છે. કોરોના કહેર ક્યારે રોકાશે તે અંગે હાલમાં વાત કરવી ખુબ મુશ્કેલ છે. કારણ કે, હાલમાં તો કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. નવા-નવા કેસો ખુલી રહ્યા છે. નવા વિસ્તારો પણ સકંજામાં આવી રહ્યા છે. અમેરિકા, ઈટાલી, સ્પેન સહિતના દેશોમાં સ્થિતિ વણસી ગઈ છે. જ્યારે ચીન, દક્ષિણ કોરિયા અને જાપાન સહિતના દેશોમાં સ્થિતિ હળવી કરવામાં આવી રહી છે. યુરોપમાં ઈટાલી બાદ હવે સ્પેન અમેરિકા પણ ભારે મુશ્કેલીમાં છે. સ્પેનમાં હવે ચીન કરતા વધારે કેસો થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકડાઉનના નિયમોને વધારે કઠોર કરવામાં આવી રહ્યા છે. સૌથી અસરગ્રસ્ત દેશોમાં અમેરિકા, ઈટાલી, ચીન, ફ્રાન્સ અને જર્મનીનો સમાવેશ થાય છે. ર૧૦ દેશો કોરોનાના સકંજામાં આવી ચૂક્યા છે, કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે.

દેશ-દુનિયામાં કોરોના કેર…

વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૦
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા ૨૧,૦૯,૭૦૯
વિશ્વના કુલ દેશોમાં મોત ૧,૩૭,૦૬૬
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા ૫,૨૬,૭૭૦
એક્ટિવ કેસોની સંખ્યા ૧૪,૪૫,૮૭૩