(એજન્સી) વૉશિંગ્ટન, તા.૨૧
વિશ્વભરમાં કોરોના દર્દીઓનો આંકડો ૫૧ લાખને પાર કરી ચુક્યો છે. અપડેટ અનુસાર, સમગ્ર દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા ૫૧ લાખ ૩ર હજાર છે, જેમાંથી ૩,૩૧,૧૫૮ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. કોરોનાના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. અહીં અત્યાર સુધીમાં ૧૬ લાખથી વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવી ચુક્યા છે.
કોરોનાથી વિશ્વભરના ૨૧૫થી વધુ દેશ પ્રભાવિત છે. અમેરિકા બાદ સૌથી વધારે રશિયામાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ છે. અહીં અત્યાર સુધીમાં ૩ લાખથી વધારે કોરોના સંક્રમણના કેસ સામે આવી ચુક્યા છે. ત્યારબાદ બ્રાઝિલનો નંબર આવે છે. અહીં આંકડો ૩ લાખની નજીક પહોંચી ચુક્યો છે. યૂનાઇટેડ કિંગડમમાં અત્યાર સુધીમાં લગભગ ૨.૫૦ લાખ અને સ્પેનમાં ૨.૩૨ લાખ દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ છે.
ઇટલીમાં અત્યાર સુધીમાં ૨.૨૭ લાખ, ફ્રાન્સમાં ૧.૮૧ લાખ, જર્મનીમાં ૧.૭૮ લાખ, તુર્કીમાં ૧.૫૨ લાખ, ઇરાનમાં ૧.૨૬ લાખ, ભારતમાં ૧.૧૨ લાખ, પેરૂમાં ૧.૦૪ લાખ, ચીનમાં ૮૪ હજાર, કેનાડામાં ૮૧ હજાર, સાઉદી અરેબિયામાં ૬૨ હજાર, મેક્સિકોમાં ૫૬ હજાર, બેલ્જિયમમાં ૫૫ હજાર, ચિલીમાં ૫૩ હજાર અને પાકિસ્તાનમાં ૪૮ હજાર કોરોના પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. કોરોનાથી થતા મૃત્યુના કેસમાં અમેરિકા પ્રથમ સ્થાને છે. અહીં અત્યાર સુધીમાં ૯૫ હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. બીજા નંબરે યૂનાઇટેડ કિંગડમ છે, જ્યાં ૩૫ હજારથી વધારે લોકોના મૃત્યુ થયા છે. ત્રીજા નંબર પર ઇટલી છે, અહીં ૩૬ હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે. ત્યારે ફ્રાન્સમાં ૨૮ હજાર, સ્પેનમાં પણ લગભગ ૨૮ હજાર, બ્રાઝિલમાં ૧૯ હજારથી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. ભારતમાં કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા ૧,૧૨,૩૫૯ સુધી પહોંચી ચુકી છે. તેમાંથી ૪૫,૩૦૦ દર્દીઓ સાજા થઇને ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે, જ્યારે ૩૪૩૫ દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫ હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને ૧૩૨ લોકોના મૃત્યુ થયા છે.
વિશ્વમાં કોરોના કહેર
વિશ્વના કુલ દેશો પ્રભાવિત ૨૧૫
વિશ્વના કુલ દેશોમાં કેસોની સંખ્યા
૫૧,૩૨,૧૪૦
વિશ્વના કુલ દેશોમાં મોતની સંખ્યા
૩,૩૧,૧૫૮
વિશ્વના દેશોમાં રિકવર લોકોની સંખ્યા
૨૦,૪૫,૩૧૦
એક્ટિવ કેસોની સંખ્યા ૨૭,૫૫,૬૭૨
Recent Comments