૨૦૫૦ સુધીમાં ઉત્સર્જનને શૂન્ય સુધી ઘટાડવા વડાપ્રધાન બોરિસ જ્હોનસન “લીલી ક્રાંતિ”ના ભાગરૂપે બ્રિટન ૨૦૩૦થી નવી પેટ્રોલ અને ડીઝલ કારો અને વાનના વેચાણ પર પ્રતિબંધ મૂકશે, જે અગાઉની યોજના કરતા ૫ વર્ષ પહેલા કરવામાં આવશે.
ગયા વર્ષે બ્રિટન ૨૦૫૦ સુધી ચોખ્ખો શૂન્ય ઉત્સર્જન લક્ષ્ય નક્કી કરવા માટે કાયદો ઘડનાર પ્રથમ જી ૭ દેશ બન્યો હતો, જેના માટે બ્રિટન્સમાં મુસાફરીની રીત, ઈંધણના ઉપયોગ અને ખાવામાં ઘણા બધા ફેરફારોની જરૂર પડશે. અન્ય દેશો અથવા પ્રદેશો કે જેઓ અશ્મિભૂત બળતણ આધારિત વાહનો પર પ્રતિબંધ મૂકવાનો વિચાર લાવ્યા છે તેમાં સામેલ છેઃ
યુનાઈટેડ સ્ટેટ્‌સ : કેલિફોર્નિયા ૨૦૩૫માં નવી ગેસોલિનથી ચાલતી પેસેન્જર કાર અને ટ્રકના વેચાણ પર પ્રતિબંધ મૂકશે, એમ ગવર્નર ગેવિન ન્યૂઝમે સપ્ટેમ્બરમાં જણાવ્યું હતું.
કેનેડા : કેનેડિયન પ્રાંત ક્યુબેકે આ અઠવાડિયે કહ્યું હતું કે તે ૨૦૩૫થી નવી ગેસોલિન સંચાલિત પેસેન્જર કારોના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેશે.
યુરોપિયન યુનિયન : ઇયુના પર્યાવરણ પ્રધાનોએ ૨૩ ઓક્ટોબરે ડીલ કરી હતી જેથી જૂથના ૨૦૫૦ સુધી ચોખ્ખા શૂન્ય ઉત્સર્જનના લક્ષ્યને કાયદેસર રીતે બંધનકર્તા બનાવવામાં આવે, પરંતુ નેતાઓએ ડિસેમ્બરમાં ચર્ચા કરવા માટે ૨૦૩૦ ના ઉત્સર્જન-કાપવાના લક્ષ્ય પર નિર્ણય છોડી દીધો છે.
જર્મની : જર્મન શહેરોએ વર્ષ ૨૦૧૮ની સરખામણીએ વધુ પ્રમાણમાં પ્રદૂષક પદાર્થોનું કરનારા જૂના ડીઝલ વાહનો પર પ્રતિબંધ લાદવાનું શરૂ કર્યું છે.
નોર્વેઃ તેલ અને ગેસની આવક પર ભારે આધાર રાખનારા નોર્વેનો હેતુ ૨૦૨૫ની સમયમર્યાદા નક્કી કરીને, અશ્મિભૂત ઇંધણથી ચાલતી કારના વેચાણને સમાપ્ત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનવાનો છે. સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનો હવે નોર્વેમાં માસિક વેચાણમાં આશરે ૬૦% હિસ્સો ધરાવે છે.
ચાઇનાઃ વર્ષ ૨૦૧૭માં ચીને પરંપરાગત ઇંધણનો ઉપયોગ કરીને કારના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો અભ્યાસ શરૂ કર્યો હતો પરંતુ તે ક્યારે રજૂ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કર્યો નથી. વિશ્વના સૌથી મોટા ઓટો માર્કેટ, ઉદ્યોગના અધિકારીએ ગયા મહિને જણાવ્યું હતું કે, ચાઇનામાં નવા ઊર્જા વાહનો (એનઇવી)નું વેચાણ, ૨૦૩૫ સુધીમાં એકંદરે નવી કારના વેચાણમાં ૫૦% જેટલું થશે.
ભારત : ગયા વર્ષે ભારતના સેન્ટ્રલ થિંક-ટેન્કે સ્કૂટર અને મોટરબાઈક ઉત્પાદકોને ઇલેક્ટ્રિક વાહનો પર રૂપાંતર કરવાની યોજના તૈયાર કરવા જણાવ્યું હતું. સૂત્રોએ રોઇટર્સને જણાવ્યું હતું કે થિંક-ટેંકે એવી પણ ભલામણ કરી છે કે ૨૦૨૫થી ફક્ત ૧૫૦ સીસીથી વધુની એન્જીન ક્ષમતાવાળા સ્કૂટર્સ અને મોટરબાઈકના ઇલેક્ટ્રિક મોડેલ જ વેચવા પડશે.