વિસાવદર, તા.૧૦
વિસાવદર શહેરમાં ખેડૂતોની મગફળી ચૂંટણી પુરી થયા બાદ ખરીદવાનુું બંધ કરવામાં આવેલ હોય અને માત્ર લાગતા વળગતા લોકોની મગફળી પાછળના બારણેથી જૂની તારીખોમાં ખરીદાતી હોવાની સરકારમાં પાસ કન્વીનરે રજૂઆત કરેલ છે તો સ્થાનિક કક્ષાએ મગફળી ખરીદ કરાતાનું ચાલુ કરાય તેવી માગણી કરી છે.
વિસાવદર શહેર તથા તાલુકો ખેતી આધારિત છે. અહીં પુષ્કળ પ્રમાણમાં મગફળીનો પાક તૈયાર થયેલ છે. રાજ્ય સરકાર દ્વારા માર્ચ મહિના સુધી મગફળીની ખરીદી થશે. તેવી ચૂંટણી સમયે ખુદ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. અલબત્ત ચૂંટણી પતી ગયા બાદ મગફળીના ખરીદ કેન્દ્રો બંધ કરવાની સૂચના અપાતા ગુજરાતભરના લાખો ખેડૂતો મગફળી વેચાણ કર્યા વિના રહી ગયા છે અને મગફળીનો પાક તેમના ઘરમાં પડેલો છે. તેથી તાત્કાલિક અસરથી ખરીદ કેન્દ્ર ખાતે મગફળી ખરીદવાનું ચાલુ કરવામાં આવે તેવી માગણી કરેલી છે. અન્યથા ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પાસ કન્વીનર વિરૂ પટેલે ઉચ્ચારી છે.