(એજન્સી) તા.૧૩
ર૦૦ જેટલા વિસ્થાપિત થયેલા ઈરાકી ખ્રિસ્તી પરિવારો ઈરાકી કુર્દિસ્તાન ક્ષેત્રમાંથી નિનેવેહમાં તેમના મૂળ વિસ્તારોમાં પાછા ફર્યા છે, એમ એક ઈરાકી અધિકારીએ પુષ્ટિ કરી હતી. નિનેવેહ ગવર્નોરેટમાં મોસુલના મેયર ઝુહૈર અલ-અરાજીએ ગુરૂવારે એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે વિસ્થાપનના વર્ષો પછી ઘણા વિસ્થાપિત થયેલા ખ્રિસ્તી પરિવારો આવનારા દિવસોમાં તેમના મૂળ વિસ્તારોમાં પાછ ફરશે. એરિસરિયન લોકશાહી ચળવળ દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં બહાર આવ્યું છે કે વર્ષ ર૦૧૪ની મધ્યમાં દાએશે કબજો મેળવ્યા પછી લગભગ ૧,ર૦,૦૦૦ ખ્રિસ્તીઓને મોસુલ શહેરથી ભગાડવામાં આવ્યા હતા અને શહેર છોડવાની ફરજ પાડી હતી. બુધવારે વહેલી સવારે યુરો-ભૂમધ્ય માનવ અધિકાર મોનિટરે ઈરાકી અધિકારીઓને ચેતવણી આપી હતી કે વિસ્થાપિત લોકોને ફાળવવામાં આવેલી છાવણીઓને ર૦ર૧ની શરૂઆતમાં બંધ કરવાના નિર્ણયથી સેંકડો હજારો વિસ્થાપિત લોકો શરણ વિહોણા થઈ જશે કારણ કે દાયેશ સાથેના અગાઉના સંઘર્ષોમાં તેમના ઘરો નષ્ટ થઈ ગયા હતા. અધિકાર જૂથે ઉમેર્યું કે આ વિસ્તારોમાં પાણી અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોનો અભાવ છે. રવિવારે ઈરાકના પરપ્રાંતિયો અને વિસ્થાપન મંત્રાલયે એક નિવેદનમાં ખુલાસો કર્યો કે કિર્કુક, સલાહ-અલ-દીન અને અંબાર ગવર્નોરેટની છાવણીઓને, ૧પ લાખ વિસ્થાપિત લોકોને તેમના મૂળ વિસ્તારોમાં પરત મોકલવાની યોજનાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવશે. સંયુકત રાષ્ટ્રનો અંદાજો છે કે દાયેશ સામેના સંઘર્ષના કારણે ઓછામાં ઓછા પપ લાખ ઈરાકીઓને તેમના ઘરોમાંથી ભગાડી દેવાની ફરજ પાડવામાં આવી હતી.