(એજન્સી) નવી દિલ્હી,તા.૧૩
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સોમવારે ઉત્તરપ્રદેશમાં વધતા જતા કોરોના વાયરસના કેસો મુદ્દે યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે યોગી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલો વીકએન્ડ લોકડાઉન બેબીપેક સમાન છે અને તે સરકારની નિષ્ફળતાઓને સંતાડવાનો પ્રયાસ છે. પ્રિયંકા ગાંધીએ હિન્દીમાં ટવીટ કરતા કહ્યું હતું કે, યુપીમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસના કેસો ૧૦ જુલાઈ-૧૩૪૭, ૧૧ જુલાઈ-૧૪૦૩ અને ૧ર જુલાઈ-૧૩૮૮. કોઈપણ હજી આ સમજી શકયું નથી કે વીકએન્ડ લોકડાઉનના બેબીપેક પાછળ કયો તર્ક છે તેમણે કહ્યું હતું કે આ યુપી સરકારની નિષ્ફળતાઓને છુપાવવા માટેના પ્રયત્નો છે.