વીજપડી, તા.ર૮
સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની યુવતિને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરી, ત્રણ વર્ષ સુધી ત્રાસ આપી નોકરી ઉપર મોકલી પગાર લઈને કામવાળીની જેમ રાખી, પુરૂતુ જમવા પણ આપતાં નથી તેવું જણાવી રાજકોટ સ્થિત ભાટી પરિવારની જાળમાંથી બચવાં પોતાના વેપારી શેઠનાં ફોનમાંથી ફોન કરીને વાલીને લઈ જવાનું કહેતા વાલી આવીને લઈ જતાં યુવતિએ રાહતનો દમ ખેંરયો હતો.પરિવારના સભ્યોને ભેટીને પોકે પોકે યુવતિ રડી ઊઠી હતી. જે હાલના યુવાવર્ગ અને વાલીને માટે બોધદાયક લાલબત્તી સમાન કિસ્સો બહાર આવવાં પામેલ છે.
રાજકોટ ગ્રામ્ય એસ.પી. તથા મેટોડા જી.આઈ.ડી.સી. પી.એસ.આઈ.ને મોકલેલી અરજીમાં શક્તિ નાનુભાઈ ભાટી, સજ્જન નાનુ ભાટી, નાનુ ભાટી તથા હિરલ ભાટી વિરૂદ્ધ આઈ.પી.સી. કલમ ૪૯૮, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રતીબંધક ધારાની કલમ ૪,૭ મુજબ ફરિયાદ અરજી મોકલતા વિજપડી વિસ્તારમાં ભાટી પરિવારનાં કારતાનની ચોતરફ ટીકાઓ થઈ રહી છે.