વઢવાણના દેદાદરા ગામે ખેડૂતો દ્વારા ૭૬૫ કેવી લાઈન નાંખવાની કામગીરીનો વિરોધ
વઢવાણ, તા.૭
વઢવાણ ના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં વીજ કંપનીઓ દ્વારા ઈલેક્ટ્રીક ૭૬૫ કેવીની લાઈનો નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા દેદાદરા ગામના ખેડૂતો દ્વારા આ કામગીરીના અંગે વિરોધ કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર તથા લાગતા વળગતા સત્તાધીશોને આ મામલે વાંધા અરજીઓ આપી પોતાના ખેતરોમાં વીજલાઈનો નાખવા દેવામાં આવશે નહીં તેવી વાંધા અરજી દેવામાં આવી હતી. આ આ મામલે લાગતા વળગતા અધિકારીઓ તથા જિલ્લા પ્રશાસન વિભાગના કર્મચારીઓ દ્વારા સમજાવટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે કામગીરી પણ અટકાવવામાં આવી છે આ કામગીરી અટકાવવામાં આવતાં તાત્કાલિક વઢવાણ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે અને ૨૦થી વધુ ખેડૂતોની હાલમાં અટકાયત કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા બાળા અનિદ્રા સહિતના ગામોના ખેડૂતોના ખેતરમાં ૭૬૫ કેવીની લાઇન નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે સનલાઈટ કંપની દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોના ખેતરોમાં થાંભલા ઉભા કરવાના ભાવ મળવા જોઈએ તેટલા મળી રહ્યા નથી તેને લઇને વઢવાણ તાલુકાના ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
તાજેતરમાં વડોદરા ગામ થી લાકડીયા કચ્છ સુધી ૭૬૫ ાદૃ ઙ્મૈહી ઊભી કરવામાં આવી રહી છે. આ લાઈન ઊભી કરવામાં જિલ્લાના વઢવાણના ખેડૂતોના ખેતરો માં થાંભલા ઉભા કરવા માટે કંપની દ્વારા જમીન માંગવામાં આવી હતી અને ફાળવવામાં પણ આવી હતી પરંતુ આ જમીન ફાળવવામાં આવ્યા બાદ આ કંપની દ્વારા પૂરતા ભાવો જમીનના આપવામાં ન આવતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.
એક થાંભલો ઉભા કરવાના વઢવાણના ખેડૂતોને ફક્ત ૧.૫૦ લાખ થી ૨.૫૦ લાખ ચુકવવામાં આવી રહ્યા છે : અન્ય જિલ્લામાં થાંભલા નાખવામાં આવ્યા છે જેમાં ૮૦ લાખથી લઇ અને એક કરોડ સુધી ચૂકવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વઢવાણ પંથકના ખેડૂતોને સરકારી જંત્રી મુજબ પણ કંપની દ્વારા ભાવ ચૂકવવામાં આવતા નથી જેને લઇને વઢવાણના ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે પૂરતા ભાવો કંપની ચૂકવશે ત્યારબાદ જ ૭૬૫ કેવીના થાંભલાઓ ખેતરોમાં ઉભા કરવા દેવાશે તેવી ચીમકી વઢવાણ પંથકના ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
Recent Comments