(એજન્સી) નવીદિલ્હી,તા.૨૭
દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે ત્યારે સામે રાજ્યો તંગીથી પરેશાન થઇ રહ્યા છે ત્યારે આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. નાણાં પ્રધાને કોવિડ-૧૯ને ઈશ્વરની કરતૂત ગણાવી છે. સરકારે કહ્યું છે કે કોરોના મહામારીને કારણે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સના કલેક્શનમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન જીએસટી કલેક્શનમાં ૨.૩૫ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
જીએસટી પરિષદની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે સરકારે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે રાજ્યોને જીએસટીની ક્ષતિપૂર્તિના રૂપમાં ૧.૬૫ લાખ કરોડ રૂપિયા જાહેર કર્યા છે. જેમાં માર્ચના ૧૩,૮૦૬ કરોડ રૂપિયા પણ સામેલ છે. તેમણે કહ્યુ કે જીએસટી ક્ષતિપૂર્વ માટે એકત્રિક ઉપકર (સેસ) ૯૫,૪૪૪ કરોડ રૂપિયા હતા, જ્યારે રાજ્યોનો ૧.૬૫ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.
નાણામંત્રીની આગેવાની કરવામાં આવેલ બેઠકમાં ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા છે. નાણામંત્રીએ કહ્યું કે પાંચ કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રાજ્યોને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. કેન્દ્ર પોતે ઉધાર લઈને રાજ્યોને વળતર આપે કે પછી ઇમ્ૈં પાસેથી ઉધાર લેવામાં આવે. આજની બેઠકમાં સામે આવ્યું કે કેન્દ્ર અને રાજ્યોની કમાણી ખૂબ ઘટી ગઈ છે ત્યારે કેન્દ્ર કહી રહ્યું છે કે રાજ્ય બજારમાંથી દેવું લઇ લે જ્યારે રાજ્યો કહી કહી રહ્યા છે કે આ કામ કેન્દ્ર કરે.
રાજ્યોને આપવાના વળતર પર બે વિકલ્પ આપવામાં આવે. પહેલો વિકલ્પ છે કે રાજ્યોને રિઝર્વ બેંક પાસેથી ૯૭૦૦૦ કરોડ રૂપિયાનું સ્પેશીયલ દેવું આપવામાં આવે જેના પર વ્યાજ ઓછો હશે અને બીજો વિકલ્પ છે કે ૨.૩૫ લાખ કરોડ રૂપિયાનો ગેપ રાજ્યો દ્વારા રિઝર્વ બેંકની મદદથી વહન કરવામાં આવે. જેના માટે રાજ્યોને સાત દિવસ વિચારવાનો સમય આપવામાં આવ્યો છે.
આ બે વિકલ્પ પર બધા રાજ્યો સાત દિવસમાં પોતાની સલાહ આપશે. એટલે સાત દિવસ બાદ ફરીથી એક બેઠક થશે. નોંધનીય છે કે આ છૂટ માત્ર આ વર્ષ માટે જ છે એપ્રિલ ૨૦૨૧માં ફરીથી કાઉન્સિલની મિટિંગ થશે અને નિર્ણય લેવામાં આવશે.
આ બે વિકલ્પ માત્ર આ વર્ષ માટે જ લાગુ કરવામાં આવ્યા છે. આવતા વર્ષે એપ્રિલ મહિનામાં ફરીથી સમીક્ષા કરવામાં આવશે. વિત્ત સચિવે કહ્યું કે કોરોના વાયરસના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં ૨.૩૫ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો છે.
કોર્પોરેટ જગત જીએસટી કાઉન્સિલ દ્વારા દ્વિ-ચક્રિય વાહનોને વેરામાં રાહત આપતો નિર્ણય લેવામાં આવે તેવી આશા રાખતુ હતું. પણ આજે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે નાણાં પ્રધાન સીતારમણે કહ્યું કે દ્વિ-ચક્રિય વાહનોને વેરામાં ઘટાડો કરવાને લઈ કોઈ નિયત સમય નિર્ધારીત નથી. અલબત જીએસટી કાઉન્સિલની હવે પછીની બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવી શકે છે. જીએસટી કાઉન્સિલની હવે પછીની બેઠક સપ્ટેમ્બર મહિનામાં યોજાશે.