કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વીરપુર બસ સ્ટેન્ડ પર મુસાફરોનો રાફડો ફાટયો હોય તેમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેર્યા વગર મુસાફરો જોવા મળ્યા હતા લોકો તો ઠીક પણ એસટી બસના કર્મચારીઓ પણ માસ્ક પહેર્યા વગર છળે ચોક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા બસ સ્ટેન્ડની અંદર મુસાફરો બેસવા માટે આરસીસીથી બંધાયેલી સીટો પર કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ચિન્હો દોરવામાં આવ્યા નથી લોકો કોઈ જ અંતર રાખ્યા વગર બેસી રહ્યાં છે ખુદ એસટીના કર્મચારીઓ ભેગા મળી વાતોના ગપાટા મારતા જોવા મળ્યા હતા ખીચોખીચ ભરેલી એસટી બસમાં કેટલાય મુસાફરો માસ્ક પહેર્યા વગર જોવા મળી રહ્યા છે.