સિડની,તા.૪
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે વુમન્સ ્‌-૨૦ વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ભારત પાસે ટૂર્નામેન્ટમાં પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવી વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની તક છે. ટૂર્નામેન્ટમાં ભારત અત્યારસુધી ઇંગ્લેન્ડને હરાવી શક્યું નથી. બંને ટીમ વચ્ચે ૫ મેચ રમાઈ છે, તમામમાં ઇંગ્લિશ ટીમે બાજી મારી છે. ભારતને ૨૦૧૮ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ૮ વિકેટે હરાવ્યું હતું. જોકે પછી ઇંગ્લેન્ડ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. બંને વચ્ચે અત્યારસુધીમાં ૧૯ ્‌-૨૦ રમાઈ છે. તેમાંથી ભારતે ૪ જીતી છે, જ્યારે ૧૫માં હારનો સામનો કર્યો છે.
ભારતીય ટીમ ક્યારેય ફાઇનલમાં પહોંચી નથી. ટીમ ઇન્ડિયા ત્રણવાર ૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૮માં સેમિફાઇનલમાં હારી હતી. ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ ૪ વાર ટાઇટલ જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ૧-૧ વાર ચેમ્પિયન બન્યા છે.
ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડની નટાલી સ્કાઈવરે ૪ મેચમાં ૬૭.૩૭ની એવરેજથી સૌથી વધુ ૨૦૨ રન કર્યા છે. ઇંગ્લેન્ડની જ કપ્તાન હેધર નાઈટ ૪ મેચમાં ૬૪.૩૩ની એવરેજથી ૧૯૩ રન સાથે બીજા સ્થાને છે. ભારતીય ઓપનર શેફાલી વર્મા ત્રીજા સ્થાને છે. વર્માએ ૪૦.૨૫ની એવરેજથી ૧૬૧ રન કર્યા છે.